તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ધોરાજી પાસે અકસ્માત સર્જાતા મહીલાનું મોતઃ પાંચને ઈજા
બહારપુરા અને વણકર વાસમાં રહેતા એક જ પરિવારના સદસ્યોને અકસ્માત

ધોરાજી તા.૬: જેતપુર નેશનલ હાઇવે રોડ પાસે અકસ્માત સર્જાતા એક મહીલાનું મોત પાંચ ને ઈજા થતાં સારવારમાં ખસેડાયા છે. કોઈ કારણસર સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થયો હતો.
હાઇવે પર રીક્ષાનો અકસ્માત સર્જાતા આ બનાવમાં ધોરાજીનાં શોભનાબેન વલ્લભભાઈનું મોત નિપજ્યું છે. બનાવમાં (૧)વલ્લભભાઈ પૂજાભાઈ સોદરવા, (૨) વર્ષાબેન ,(૩) ભાવનાબેન (૪) હિતાર્થ ઉવ ૮(૫) નીતાબેન રામજીભાઈ ને ઇજા થતાં ૧૦૮ મારફત વધુ સારવારમાં જુનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.(તસવીરઃ કિશોર રાઠોડ)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
