News of Saturday, 6th June 2026
ઉના તપોવન આશ્રમની મુલાકાતે પૂ. મોરારીબાપુઃ જાુની વાતો વાગોળી

ઉના : તાલુકાના ચાચકવડ સીમમાં મછૂન્દ્રી નદીના કાંઠે પૌરાણિક હનુમાનજીનું મંદિર અને બ્રહ્મલીન મૌની ભિક્ષુ સત્યાંદન સરસ્વતીબાપુએ બનાવેલ તપોવન આશ્રમની મુલાકાતે કથાકાર પૂજય મોરારીબાપુ અને તેમના સેવકો નાઘેર પંથકમાં આવેલ ત્યારે તપોવન આશ્રમની મુલાકાત લીધી હતી. સ્વાગત આશ્રના પૂજારી અને મેનેજીંગ ટ્રસ્ટી નટુભાઇ દેવમુરારી અને સેવકોએ કરેલ હતું. આશ્રમમાં બેસી મૌની ભિક્ષુ સત્યાનંદ સરસ્વતીબાપુ સાથે વિતાવેલ સમય યાદ કરેલ. ખોડીયાર ધારમાં આવેલ સ્વ. ધીરૂભાઇ વાલકુભાઇ ગોહિલની જગ્યાએ વણઝાર સમાજએ મુકામ કરેલ હોય પૂ. મોરારીબાપુ અને તેમના સેવકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે ધોમધખતા તાપ વચ્ચે ખુલ્લામાં બાવળની ઝાડી નીચે ખુરસી રાખી બેઠીને મુલાકાત લીધી હતી. વણઝાર સમાજની બહેનોએ બનાવેલ ભોજન પૂજય મોરારીબાપુએ જમ્યા હતા પૂ. મોરારીબાપુએ તપોવન આશ્રમ અને ખોડીયારધારની જગ્યાની મુલાકાત લીધી તે તસ્વીરો. (તસ્વીર : નવીન જોષી ઉના)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
