તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 6th June 2026
પોરબંદરના બળેજમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડાઃ ૬ ચકરડીઓ જપ્ત
જિલ્લા કલેકટરની સૂચનાથી પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુકત ટીમ દ્વારા ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬: નજીકની બળેજ સીમમાં ગેરકાયદે ધમધમતી બે ગેરકાયદે ખનીજ ખાણો ઉપર ખાણ ખનીજ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે દરોડો પાડીને ગેરકાયદે પથ્થર કટીંગમાં વપરાતી ૬ ચકરડીઓ જપ્ત કરી લીધી હતી.
જિલ્લામાં બિલ્ડીંગ લાઇમસ્ટોનના ગેરકાયદેસર ખનન અને વહનને અટકાવવા જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ પ્રાંત અધિકારી તથા મામલતદાર ગ્રામ્યની સંયુકત ટીમ દ્વારા રાત્રિના સમયે પોરબંદર તાલુકાના બળેજ ગામ ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ખાણ ખનીજ અંગે દરોડા દરમિયાન બે અલગ અલગ સ્થળોએ ગેરકાયદેસર ખનન પ્રવૃતિઓ ઝડપાઇ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ છ ચકકરડી જપ્ત (સીજ) કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ વાહનો અને સંબંધિત મુદામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગની ટીમને સોંપવામાં આવ્યા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
