News of Saturday, 6th June 2026
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો :શહેર સંગઠન મંત્રી ભૌતિક ભૂતે રાજીનામું આપી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો
પોતાના રાજીનામા પત્રમાં તેમણે અંગત કારણોસર હવે જવાબદારી નિભાવવી અશક્ય હોવાનો ઉલ્લેખ કર્યો

જૂનાગઢમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. જૂનાગઢ શહેર સંગઠન મંત્રી તરીકે કાર્યરત ભૌતિક ભૂતે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
ભૌતિક ભૂતે પોતાનું રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખને સંબોધીને મોકલી આપ્યું હતું. પોતાના રાજીનામા પત્રમાં તેમણે અંગત કારણોસર હવે જવાબદારી નિભાવવી અશક્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તરત જ તેમણે શહેર ભાજપ પ્રમુખના હસ્તે ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. આ રાજકીય પલટાને કારણે જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
