<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ભુજના દેશલપર ગામે એસટી બસ અને બાઇક વચ્‍ચેના અકસ્‍માતમાં પુત્રીની નજર સામે પિતાનું મોત

પિતા પુત્રી સામાજિક પ્રસંગે જતા હતા અને કાળ આંબી ગયો

ભુજ, તા.૬:  નખત્રાણા નલિયા હાઇવે ઉપર દેશલપર વાંઢાય ગામ પાસે ત્રિભેટે એસટી બસ અને બાઇક વચ્‍ચેની ટક્કર જીવલેણ બની હતી. લક્ષ્મીપર ગામના નરેન્‍દ્ર મનજીભાઈ નાકરાણી તેમની પુત્રી મિરલ સાથે દેશલપર ગામે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા ત્‍યારે ત્રણ રસ્‍તાના ત્રિભેટે એસટી બસ અને બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પિતા નરેન્‍દ્ર નાકરાણીનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે પુત્રીને અસ્‍થિભંગ સહિતની ઇજાઓ થતા હોસ્‍પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્‍માત સ્‍થળે વારંવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી અહીં સ્‍પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠી છે.

(3:07 PM IST)