<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

અમરેલીના રાજુલામાં ખાનગી શાળાઓની મનમાની મામલે શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ પોતે દર્શાવેલી જગ્યાએથી જ અથવા તો શાળામાંથી જ ખરીદવા માટે મજબૂર કરતી હોય તેવા આરોપ

અમરેલી : આગામી દિવસોમાં શાળાઓ ખુલવા જઈ રહી છે. નવા સત્રની શરૂઆત થશે ત્યારે અમરેલીના રાજુલામાં ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ખાનગી શાળાઓની વધતી જતી મનમાનીના લીધે સ્ટેશનરી એસોસિએશને વિરોધ કર્યો હતો અને શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરાઈ હતી. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ પોતે દર્શાવેલી જગ્યાએથી જ અથવા તો શાળામાંથી જ ખરીદવા માટે મજબૂર કરતી હોય તેવા આરોપ છે. ત્યારે આ સમગ્ર મામલે સ્ટેશનરી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ પર દબાણ કરવાના આક્ષેપ અને પુરાવા સાથે જિલ્લાના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું.. જે બાદ શિક્ષણ વિભાગે RTE એક્ટ 2009ની કલમ 17 મુજબ દબાણ કરવા બાબતે તાત્કાલિક 2 ખાનગી શાળાઓને 10 હજાર દંડ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ શાળાઓ વિદ્યાર્થી કે વાલીઓને દબાણ ન કરે તેવી ચેતવણી પણ આપી છે

(6:07 PM IST)