<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

લીંબડીમાં પાણશીણા ગામે 8 વર્ષ બાદ રોડ બન્યો પરંતું વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો પરેશાન થયા

સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ તંત્રએ 8 વર્ષે અહીં RCC રોડ બનાવ્યો. પરંતું ગત સોમવારે પડેલા વરસાદના પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી ફોટો

સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણશીણા ગામે 8 વર્ષ બાદ રોડ બન્યો પરંતું વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો પરેશાન થયા છે. મહત્વનું છે કે પાણશીણા ગામે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રસ્તો બિસ્માર હતો. જો કે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ તંત્રએ 8 વર્ષે અહીં RCC રોડ બનાવ્યો. પરંતું ગત સોમવારે પડેલા વરસાદના પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી. સ્થાનિકોને આશા હતી કે સમય જશે તેમ પાણી જતું રહેશે પરંતુ વરસાદનું પાણી માર્ગ પર જેમનું તેમ ભરેલું છે. લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટરે વરસાદીના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી. ત્યારે કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અંદાજે 1 હજાર લોકો દુર્ગંધ મારતા પાણી વચ્ચે રહેવા મજબૂર થયા છે.

(6:07 PM IST)