<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

8 જૂનથી કુષ્ઠરોગ (લેપ્રસી) શંકાસ્પદ કેશો શોધવા ઝુંબેશ - LCDC લેપ્રસી કેસ ડિટેકશન કેમપેઈન

જો તેનું વહેલું નિદાન ન કરવામાં આવે તો શરીરમાં વિકૃતિ પેદા થઈ શકે છે.:કુષ્ઠરોગ માઈક્રો બેકટેરિયમ લેપ્રે નામના બેક્ટેરિયાથી થતોચેપજન્ય રોગ છે જે ચામડી,નસો ,આંખ અને અન્ય અંગોને અસર કરે છે.

જામનગર શહેરમાં રક્તપિતના હાલ 18 કેસોની સારવાર ચાલી રહી છે. જામનગર શહેર સહિત ગુજરાતમાં તારીખ 8મી જૂન 2026 થી લેપ્રસી કેસ શોધ અભિયાન - LCDC શરૂ થઈ રહ્યું છે.
છેલ્લા અમુક વર્ષોમાં નીકળેલા કેસો ના આધારે જામનગર મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં  એક સપ્તાહનું અભિયાન દરેક આરોગ્ય કેન્દ્રોની ટીમ દ્વારા શંકાસ્પદ કેશો શોધવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ઉપચાર કરવાથી સંપૂર્ણ મટી શકે છે
જામનગર શહેરમાં તારીખ 8 જૂન 2026 થી મમતા દિવસ તેમજ રજાના દિવસો સિવાય તારીખ 18 મી જુન 2026 સુધી છેલ્લા વર્ષોમાં  નીકળેલા કેસના આધારે, શહેરમાં 60 ટીમ દ્વારા અભિયાન હાથ ધરાશે જેમાં આશા (ASHA) બહેનો , પુરુષ સ્વયંસેવક તથા સ્થાનિક સ્ત્રી અને પુરુષ આરોગ્ય કાર્યકરો દ્વારા , મેડિકલ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ દરરોજના 25 થી 30 જેટલા ઘરો માં સર્વે કરીને રક્તપિતના શંકાસ્પદ કેસો શોધીને તેની ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરાશે તેમજ તેમને વધુ તપાસ માટે આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસર શ્રી ને રિફર કરાશે,તેવું શહેરી ક્ષય અને લેપ્રસી અધિકારી ડોક્ટર પલક ગણાત્રાએ જણાવ્યું હતું .
લેપ્રસી રોગના શંકાસ્પદ લક્ષણોમાં ચામડી પર આછા રંગનું અથવા સફેદ રંગનું સંવેદનાહીન ચાઠું (એક કે તેથી વધુ ) હોય શકે છે , તેમજ નસોમાં સોજો જોવા મળી શકે છે, કાનની બુટ જાડી થઈ જવી , તથા અન્ય લક્ષણો જોવા મળી શકે છે.
જો તેનું વહેલું નિદાન ન કરવામાં આવે તો શરીરમાં વિકૃતિ પેદા થઈ શકે છે.
આ અભિયાન દરમિયાન શંકાસ્પદ કેસને તબીબી અધિકારી દ્વારા તપાસ કરવા માટે રેફરલ કરવામાં આવે તો સહયોગ આપી આપના નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસર શ્રી દ્વારા તપાસ કરાવવી ,
તેમજ જરૂર જણાય તો મેડિકલ ઓફિસર શ્રી દ્વારા વધુ તપાસ માટે ચામડીના વિભાગમાં- જીજી સરકારી હોસ્પિટલ ખાતે રેફરલ કરવામાં આવશે અને જો લેપ્રસી કેસ હશે તો તેમની સારવાર શરૂ કરવામાં આવશે. ઉપચારનો સમયગાળો 6 થી 12 મહિનાનો હોય છે અને લેપ્રસી  સંપૂર્ણપણે મટી શકે છે

(6:37 PM IST)