<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

જામજોધપુર તાલુકાની વિવિધ શાળાઓમાં પી.એમ.પોષણ યોજના હેઠળ કેન્દ્ર સંચાલક અને રસોઈયાની ભરતી માટે તા.૨૦ જૂન સુધી અરજી કરી શકાશે

અરજદારોના દસ્તાવેજોની ચકાસણી અને ઇન્ટરવ્યૂ તા. 25 જૂન, 2026ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, જામજોધપુર ખાતે યોજાશે.

જામનગર : મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી, જામજોધપુર દ્વારા જામજોધપુર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના (પી.એમ. પોષણ યોજના) અંતર્ગત વર્ષ 2026-27 માટે કેન્દ્ર સંચાલક અને રસોઈયાની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
 યોજનાના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત મધ્યાહ્ન ભોજન મળી રહે તે હેતુસર તાલુકાની 20 શાળાઓમાં એક-એક જગ્યાની ભરતી કરવામાં આવશે. જેમાં તાલુકા શાળા-1 જામજોધપુર, આંકડીયા અવાસ-2 પ્રાથમિક શાળા, પાટણ પ્રાથમિક શાળા, પાટણ વાડી પ્રાથમિક શાળા, ગાંઠીલા પ્રાથમિક શાળા, વીરપુર પ્રાથમિક શાળા, નાંદાણા પ્રાથમિક શાળા, ઈશ્વરિયા પ્રાથમિક શાળા, ગઢકા પ્રાથમિક શાળા, શેડકડીયા પ્રાથમિક શાળા, જામ આંકડીયા પ્રાથમિક શાળા, ડોડીમરડી નરી પ્રાથમિક શાળા, ગોપાલિયા નરી પ્રાથમિક શાળા, પાનખાણ નરી પ્રાથમિક શાળા, મોટાવડા પ્રાથમિક શાળા, ધુડકા પ્રાથમિક શાળા, સરજર નરી પ્રાથમિક શાળા, ભલારણશા પ્રાથમિક શાળા, વીરપુર વાડી શાળા તથા ગઢકા વાડી શાળા ખાતે પ્રત્યેક શાળામાં ૧-૧ ખાલી જગ્યા ઉપલબ્ધ છે.
ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તથા ગુનાહિત કૃત્ય ન ધરાવતા અરજદારો જરૂરી પ્રમાણપત્રો અને આધાર પુરાવાઓ સાથે નિયત અરજીપત્રક ભરીને તા. 20 જૂન, 2026 સુધી મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અરજદારોના દસ્તાવેજોની ચકાસણી અને ઇન્ટરવ્યૂ તા. 25 જૂન, 2026ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, જામજોધપુર ખાતે યોજાશે. ઉમેદવારોએ તમામ મૂળ દસ્તાવેજો સાથે ફરજિયાત હાજર રહેવાનું રહેશે. હાજર ન રહેનાર ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે

(6:37 PM IST)