તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
આજે દ્વારકા જગત મંદિરે અધિક માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : સવારે અભિષેક દર્શન બાદ રાત્રે ૧૨ વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો..'
આજે અલભ્ય દર્શનનો લાભ : સવારે ૮ થી ૮: ૪૫ ખુલ્લા પડદે અભિષેક, રાત્રે કળષ્ણ જન્મોત્સવની ઉજવણી

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા, તા.૮: આજે તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ અધિક માસની જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા જગત મંદિર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે આ અલભ્ય અવસરે ભક્તોને વિશેષ દર્શનનો લાભ મળશે. સવારે ૮: ૦૦ વાગ્યાથી ૮:૪૫ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશનો ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવશે. આ દર્શન અતિ અલભ્ય ગણાય છે અને વર્ષમાં માત્ર વિશેષ અવસરોએ જ ખુલ્લા પડદે અભિષેકના દર્શન થાય છે. રાત્રે ૧૨:૦૦ કલાકે ‘નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે શ્રીકળષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિર પરિસર જય કનૈયા લાલ કીના ગુંજનથી ગૂંજી ઉઠશે. અધિક માસની જન્માષ્ટમીનો આ યોગ દુર્લભ મનાય છે. તેથી મોટી સંખ્યામાં કળષ્ણભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
