તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th June 2026
ભાવનગરમાં કાર હડફેટે કાકા-ભત્રીજાના મોત
બેચરભાઇ ખાટાભાઇ બારૈયા અને રાકેશ મનસુખભાઇ બારૈયાના મોતથી અરેરાટીઃ કાર ચાલક સામે ગુન્હો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ :.. ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાને જોરદાર અડફેટે લેતા બંનેના ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ઙ્કચંડ હતો કે બાઇકને ફંગોળ્યા બાદ કાર રોડ સાઇડમાં ઉભેલા એક બંધ ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે મળતક પરિવારમાં ભારે આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ કૈલાશ સોસાયટી પ્લોટ નં. ૨૩માં રહેતા બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.વ. ૪૮) અને ઘોઘારોડ અકવાડા સ્થિત બળવંતરાય સોસાયટી પ્લોટ નં. ૨૯ માં રહેતા તેમનો ભત્રીજો રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉ.વ. ૨૮) બંને મોટરસાયકલ નંબર GJ-૦૪-DK-૯૫૩૩ લઈને કાળિયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટની સામે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. સામેથી આવતી સ્વિફટ કાર નંબર GJ-૧૯-BA-૧૬૦૩ના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક સવાર કાકા-ભત્રીજાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા એક બંધ ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં કાકા-ભત્રીજાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મળત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા બંને મળતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, કારમાં સવાર બે વ્યક્તિઓને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટના અંગે મળતક રાકેશના પિતા મનસુખભાઇએ ભરતનગર પોલીસ મથકમાં સ્વિફટ કાર નંબર GJ-૧૯-BA-૧૬૦૩ના ચાલક વિરુદ્ધ બેફિકરાઈ અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી બે જીવ લેવા અંગે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
