<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

પૂનમ નિમીતે માતાજીને પગે લાગી પરત ફરતાં રસનાળના ૨૮ વર્ષિય ઉમેશ વડગામાનું વાહન અકસ્‍માતમાં મોત

જોડીયાના રસનાળ પાસે બનાવઃ યુવાને રાજકોટ સારવાર દરમિયાન દમ તોડયો

રાજકોટ તા. ૮: જોડીયા તાબેના રસનાળ ગામ પાસે વાહન અકસ્‍માતમાં રસનાળ ગામના ઉમેશભાઇ ભગવાનજીભાઇ વડગામા (ઉ.વ.૨૮) નામના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આ યુવાન વાંકાનેરના પંચાશીયા ગામે પૂનમ નિમીતે માતાજીના મઢે દર્શન કરી પરત ફરતો હતો ત્‍યારે બનાવ બન્‍યો હતો. જાણવા મળ્‍યા મુજબ રસનાળ ગામે રહેતો ઉમેશભાઇ વડગામા તા. ૫ના રોજ પૂનમ નિમીતે પંચાશીયા ગામે શ્રીચામુંડા માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો. ત્‍યાંથી બાઇક પર પરત પોતાના ગામ આવી રહ્યો હતો ત્‍યારે રસનાળ નજીક કોઇ કારની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.મૃત્‍યુ પામનાર ઉમેશભાઇ બે બહેન અને ચાર ભાઇમાં  નાનો હતો અને સ્‍પીકર બોક્‍સ બનાવવાનું કામ કરતો હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. પત્‍નિનું નામ ઉર્મિલાબેન છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં જોડીયા પોલીસ. તે બાઇક લઇને પંચાશીયા ગામે માતાજીના મઢે પગે લાગવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતો હતો ત્‍યારે રસનાળ પાસે અકસ્‍માત નડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જોડીયા પોલીસને જાણ કરી હતી.

(11:04 AM IST)