<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

સાંજે ઉપલેટાના ડુમિયાણીમાં સ્‍વ. બળવંતભાઇ મણવરની પ્રતિમાનું અનાવરણ

રમેશભાઇ ધડુક સહિતના ઉપસ્‍થિત રહેશેઃ રાત્રે ભવ્‍ય કૃષ્‍ણલીલા કાર્યક્રમ

(જગદીશ રાઠોડ દ્વારા)  ઉપલેટા તા. ૮ :..  આજે તા. ૮ જૂન ના સોમવારે સૌરાષ્‍ટ્રના ખ્‍યાત નામ શૈક્ષણિક સંકુલ પીપલ્‍સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ આશ્રમ ડુમિયાણીના આઘ સ્‍થાપક પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી લડાયક ખેડૂત આગેવાન સ્‍વ. બળવંતભાઈ મણવરની પ્રતિમાનું અનાવરણ ડુમિયાણીનાં વિશાળ શૈક્ષણિક સંકુલ ખાતે સાંજે ૫ વાગ્‍યે પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ રમેશભાઈ ધડુકના  હસ્‍તે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે યોજાયેલ જાજરમાન કાર્યક્રમમા ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્રભાઇ પાડલીયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા મહામંત્રી રવિભાઈ માકડીયા ઉપલેટા તાલુકા પંચાયત ના પ્રમુખ રવિભાઈ વિરડા ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન દિલીપભાઈ ટાંક રાજેન્‍દ્રસિંહ શિવરાજસિંહ વાળા યુવરાજ ઢાંક સ્‍ટેટ અને ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી ઉપસ્‍થિત રહેશે તેમજ આ તકે સૌરાષ્‍ટ્રભર માથી રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક શૈક્ષણિક આગેવાનો ગામડાનાં સરપંચો આગેવાનો વિગરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે કાર્યક્રમ બાદ સાંજે ૭ વાગ્‍યે ભોજન સમારંભ અને રાત્રે ૯ વાગ્‍યે નામાંકિત કલાકારો નો કળષ્‍ણ લીલાના ભવ્‍ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્‍થાનાં પ્રેરણામૂર્તિ સવિતાબેન મણવર મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્‍ટી ડો. સંજયભાઈ ખાનપરા ના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

 

(1:15 PM IST)