<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

શ્રી બાગેશ્વરધામના પીઠાધીશ્વર પૂ. બાગેશ્વરબાબા જુનાગઢ પધારશેઃ મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુ

રાજકોટમાં જુનાગઢ જવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કર્યા બાદ મેંદરડાના ખાખી મઢી રામજી મંદિરના મહંતે કહ્યું કે, ‘સોરઠમાં કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે': શ્રી હનુમંત કથામાં ધીરેન્‍દ્ર શાષાીએ કહ્યું ‘જૂનાગઢ જવા માગું છું, ગુજરાતે ભારતને પ્રધાનમંત્રી આપ્‍યા', ખાખીમઢીના મહામંડલેશ્વર સુખરામદાસબાપુએ કહ્યું ‘બાબા સાથે વાત થઈ છે, ગતિવિધિ તેજ'

જુનાગઢ: પૂ. બાગેશ્વર બાબા સાથે મેîદરડાના પૂ. સુખરામદાસબાપુ નજરે પડે છે. (તસ્વીર: મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા' ટૂંક સમયમાં સોરઠની પવિત્ર ભૂમિ જૂનાગઢની મુલાકાતે આવે તેવી પ્રબળ શકયતા છે. રાજકોટ ખાતે શ્રી હનુમંત કથા દરમિયાન ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા'એ જૂનાગઢ જવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કર્યા બાદ, મેંદરડાના ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સુખરામદાસબાપુએ આ માહિતીને સમર્થન આપ્‍યું છે.

રાજકોટમા રેસકોર્સ મેદાન ખાતે આયોજિત શ્રી હનુમંત કથા દરમિયાન  ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા'એ

 સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું હતું, ‘જ્‍યાં હું જવા ઈચ્‍છું છું, જૂનાગઢ... જુનાગઢ જવા માગું છું. જૂનાગઢ વિશે મહાપુરુષો પાસેથી ખૂબ જ સાંભળ્‍યું છે. જૂનાગઢમાં ભગવતીજી વિશે, દત્તાત્રેય વિશે, ગુરુ ગોરખનાથના ધુણા વિશે ખૂબ જ વાંચ્‍યું છે.'

ગુજરાતના યોગદાનને બિરદાવતા  ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા'એ ઉમેર્યું કે, ‘ગુજરાતે ભારતને બધું આપ્‍યું છે. દુનિયાને ઘણું બધું આપ્‍યું છે. પ્રેમ, ગરબા, દાંડિયા, ઢોકળા અને પ્રધાનમંત્રી પણ ગુજરાતે આપ્‍યા છે.' તેમના આ નિવેદન પર હજારો શ્રોતાઓએ જયઘોષ કર્યો હતો.

આ અંગે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સુખરામદાસબાપુએ ‘અકિલા' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્‍યું કે, ‘બાગેશ્વરધામના પૂજ્‍ય ધીરેન્‍દ્ર શાષાી એટલે કે પૂજ્‍ય બાબા બાગેશ્વર સાથે અમારી વાતચીત થઈ છે. ટૂંક સમયમાં જૂનાગઢમાં પૂજ્‍ય બાબા બાગેશ્વરનું સોરઠની ભૂમિ જૂનાગઢમાં આગમન થાય એ માટે કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.'

       પૂ.સુખરામદાસબાપુએ વધુમાં કહ્યું કે, ‘૨૯ વર્ષના યુવાન ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા' સનાતન ધર્મને વધુ આગળ લાવવા માટે સતત પ્રયત્‍નશીલ છે. આખા દેશમાં તેમના દ્વારા સનાતનની જ્‍યોત ઝળહળતી રહી છે. જૂનાગઢ અને સોરઠના ભાવિકોને પણ ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા'ના દર્શન, પ્રવચન અને કથાનો લાભ મળે તે માટે ચર્ચા વિચારણા થઈ છે. તેમણે પણ હકારાત્‍મક અભિગમ અપનાવ્‍યો છે.'

      જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સુખરામદાસબાપુના જણાવ્‍યા મુજબ, ‘પૂ.ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાી શ્રી બાગેશ્વર બાબા'ના જૂનાગઢના ધાર્મિક પ્રવાસ માટે ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમની તારીખ, સ્‍થળ અને રૂપરેખા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. સોરઠ પંથકના ભાવિકોમાં આ સમાચારથી અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે

(11:07 AM IST)