News of Monday, 8th June 2026
ગુજરાતમાં ૧પમી આસપાસ ચોમાસુ દસ્તક દેશે?
અરબ સાગર સ્થિત સિસ્ટમ ચોમાસાને ગુજરાત તરફ ઝડપથી ધકેલશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૮ :.. વિતેલા શુક્રવારે જયારે કે કોઇપણ વેધર એનાલીસીસમાં, કેરળમાં ચાર દિવસ મોડું એન્ટર થયેલ ચોમાસુ હવે ગુજરાતમાં પણ મોડું નહીં પણ વહેલું અથવા તેના નિયમિત સમય અનુસાર ૧પ જુન આસપાસ દસ્તક દેશે એવું કોઇપણ દ્વારા કહેવાઇ રહ્યા નહોતું ત્યારે આ માધ્યમે એ અહેવાલમાં સ્પષ્ટ દર્શાવાયેલું કે ચોમાસુ દેશના દક્ષિણ-પヘમિ તરફ વધુ ઝડપથી આગળ વધી રહ્યા હોઇ, ગુજરાતમાં ચોમાસુ વહેલું અથવા સમયસર પહોંચશે.
હવે આઇએમડીના દેશ માટેના દૈનિક રાષ્ટ્રીય પ્રસારણમાં જાહેર કરાયુ છે કે, મોન્સૂન આગામી ત્રણ-ચાર દિવસમાં વધુ આગળ ગતિ કરે તેવું સાનુકુળ વાતાવરણ છે. ઉપરાંત આઇએમડીના લોંગ પીરીયડ ફોર કાસ્ટ મોડેલ મેપ્સમાં પણ જોવા મળે છે કે અરબ સાગરમાં હાલ જે સાયકલોનીક સકર્યુલેશન સિસ્ટમ છે તે વધુ મજબૂત બન્યે તે સિસ્ટમ ગુજરાતમાં આગામી ૧પ-૧૬ જૂન આસપાસ પ્રવેશ કરી રાજયમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવશે.
સ્કાયમેટના મહેશ પલાવત, અરબ સાગર સ્થિત હાલની સીસ્ટમ્સ વધુ મજબૂત બની, લો-પ્રેસર, વેલ માર્ક લો પ્રેસરથી વધુ મજબુત બની ડીપ્રેશનમાં પણ બદલી શકે છે. તે ગુજરાતમાં પ્રવેશ કરી અહીં ભારે વરસાદ વરસાવે તેવી સંભાવના રહે છે.
મૌસમતક વેધર ચેનલના ફાઉન્ડર દેવેન્દ્ર ત્રિપાઠી ગુજરાત માટે કહે છે કે, રાજયમાં ૧૦ થી ૧ર જૂન દરમ્યાન વાતાવરણમાં થોડો પલ્ટો સર્જાઇ શકે છે. તેમજ અરબ સાગરના એકટીવ માહોલને પગલે રાજયમાં ચોમાસુ નિયત સમયે અથવા થોડું વહેલું પણ એન્ટર થઇ શકે છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
