<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

આટકોટ પોલીસ મથકના હેડકોન્‍સ્‍ટેબલ ભગવાનભાઇ બેરાણીનું અકસ્‍માતમાં મોત

બરવાળા ગામ નજીક અકસ્‍માત નડયોઃ પોલીસ બેડામાં શોકનું મોજ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૮: જસદણના આટકોટ પોલીસ મથકના હેડ કોન્‍સ્‍ટેબલનું માર્ગ અકસ્‍માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ છે. મળતી વિગત મુજબ જસદણના આટકોટ પોલીસ મથકમાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ બેરાણીનું બરવાળા ગામ નજીક માર્ગ અકસ્‍માત મળત્‍યું નિપજતા આ અંગે પોલીસ બેડામાં અને આગેવાનોમાં શોકભીની લાગણી ફેલાઈ હતી આ અંગે રાજકોટ ગ્રામ્‍ય પોલીસ પરિવાર અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણીએ પોતાની સંવેદના વ્‍યક્‍ત કરી મરણ પામેલા ભગવાનભાઈને શ્રદ્ધાંજલિ  અર્પણ કરી હતી. 

(1:14 PM IST)