<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

આટકોટ પોલીસે પ્રતાપપુર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

વિદેશી દારૂ-કાર સહિત ર.૧૭ લાખના મુદામાલ સાથે દિવ્‍યરાજ વનરાની ધરપકડ

આટકોટ, તા.,૮ : આટકોટ પોલીસે પ્રતાપપુર-નવાગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.  પ્રતાપપુર (નવાગામ) ગામ નજીક આટકોટ પોલીસે બાતમીના આધારે પ્રતાપપુરથી કાનપર જવાના માર્ગ પર પારખીયા ગેટ પાસે પાર્ક કરેલી એક કારમાં તલાશી લીધી હતી જેમાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્‍ડની કુલ ૪૩૨ બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. ૬૭,૬૮૦ હોવાનું જાણવા મળ્‍યું હતું. પોલીસે દારૂ સાથે કાર પણ કબજે કરી ૨.૧૭ લાખથીવધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારમાં બેઠેલા દિવ્‍યરાજ કનુભાઈ વનરા (ઉ.વ. ૨૨), રહે. કલોરાણા, તા. બાબરા, જી. અમરેલીને પોલીસે ઝડપી પાડ્‍યો હતો.આટકોટ પોલીસે પ્રોહિબિશન એક્‍ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી ધરી હતી

(11:32 AM IST)