<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જાફરાબાદના બાબરીયાવાડની શાનઃ ૫૧ લાખની ‘દેવપગલી' ઘોડીઃ માલિકે ૩૬ લાખમાં ખરીદીઃ આજે વેચવા તૈયાર નથીસલમાન ખાને ૬૫ લાખમાં ખરીદી હતી માતા : પિતા ૧૦ કરોડમાં વેચાયોઃ ૬૫ ઇંચ ઊંચી દેવ બ્રીડની ઘોડી આકર્ષણનું કેન્‍દ્ર

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૯,જાફરાબાદના દરિયાઈ પંથક બાબરીયાવાડમાં આવેલી સૌથી મોંઘી ગણાતી ‘દેવપગલી' ઘોડી આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. રાજસ્‍થાનથી ૪ મહિના પહેલા ૩૬ લાખ ૬૬ હજાર ૬૬૬ રૂપિયામાં ખરીદેલી આ ઘોડીની કિંમત આજે ૫૧ લાખ સુધી પહોંચી છે, છતાં માલિક તેને વેચવા તૈયાર નથી.

લૂણસાપૂર ગામના કાઠી દરબાર ભગુભાઈ માત્રાભાઈ કોટીલા આ ઘોડીના માલિક છે. દેવ બ્રીડ લાઇનની આ ઘોડીની ઊંચાઈ ૬૫ ઇંચથી વધુ અને લંબાઈ ૮ ફૂટથી વધુ છે. કદાવર કાયા, ઉત્તમ વંશપરંપરા અને શાંત સ્‍વભાવના કારણે આ ઘોડી ઘોડાઙ્ઘેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બની છે.

‘દેવપગલી'ની વંશપરંપરા તેને વધુ ખાસ બનાવે છે. આ ઘોડીની માતાને ફિલ્‍મ સ્‍ટાર સલમાન ખાને ૬૫ લાખ રૂપિયામાં ખરીદી હોવાનું કહેવાય છે. જ્‍યારે તેના પિતા ઘોડાને અમદાવાદના એક સ્‍ટડ ફાર્મના માલિકે રાજસ્‍થાનમાંથી ૧૦ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉચ્‍ચ ગુણવત્તાની લાઇનને કારણે શ્નદેવપગલીઙ્ખની માંગ સતત વધી રહી છે.

ખાસ વાત એ છે કે જ્‍યારે આ ઘોડી ખરીદવામાં આવી ત્‍યારે તે ગર્ભવતી હતી. હાલમાં તેને ત્રણ મહિનાનું બચ્‍ચું પણ છે. ઉત્તમ વંશપરંપરા ધરાવતા આ વછેરાને લઈને પણ ઘોડાપ્રેમીઓમાં ભારે ઉત્‍સુકતા છે. સારી નસલનો વછેરો આવતા ઘોડીની કિંમત ૫૦ લાખથી વધુ આંકવામાં આવી રહી છે.

ભગુભાઈ કોટીલા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને તેમની પાસે ૩૦૦થી વધુ વીઘા જમીન છે. ‘દેવપગલી'ની સંભાળ માટે ખાસ એક વ્‍યક્‍તિ રાખવામાં આવ્‍યો છે, જેને દર મહિને આશરે ૨૫ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. ઘોડીના ખોરાકમાં બાજરો, ચણા, લીલો ઘાસચારો અને સૂકો ચારો આપવામાં આવે છે. રોજિંદા ખોરાક અને સંભાળ પાછળ અંદાજે ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે તે માટે નિયમિત કસરત અને વિશેષ દેખરેખ રાખવામાં આવે છે.

ભગુભાઈ કોટીલાએ જણાવ્‍યું કે, એક અશ્વ પ્રેમીએ ‘દેવપગલી' માટે ૫૧ લાખ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, પરિવાર દ્વારા હજુ સુધી ઘોડી વેચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. ઘોડી સાથે લાગણીશીલ જોડાણ હોવાના કારણે તેઓ તેને પરિવારના સભ્‍ય સમાન માને છે.

અમરેલી જિલ્લામાં ઘોડા ઉછેરવાની પરંપરા લાંબા સમયથી છે, પરંતુ શ્નદેવપગલીઙ્ખ જેવી ઉચ્‍ચ ગુણવત્તાની અને લાખોની કિંમત ધરાવતી ઘોડી ભાગ્‍યે જ જોવા મળે છે. ઘોડાપ્રેમીઓ માટે ‘દેવપગલી' માત્ર એક ઘોડી નથી, પરંતુ કાઠિયાવાડી શાન અને પશુપાલન પ્રત્‍યેના પ્રેમનું જીવંત પ્રતીક બની ગઈ છે.

(10:45 AM IST)