<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કોટડા સાંગાણીના અરડોઇમાં છાત્રોને બચાવવા જતાં બાઇક સ્‍લીપઃ કેતનભાઇ સાંગાણીનું મૃત્‍યુ

૨૯ વર્ષના યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૯: કોટડા સાંગાણીના અરડોઇ ગામે બાઇક લઇને નીકળેલા યુવાને અચાનક સ્‍કૂલના છાત્રો રસ્‍તા આડે આવી જતાં તેને બચાવવાનો પ્રયાસ કરતાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કોટડા સાંગાણીના અરડોઇ ગામે રહેતાં કેતનભાઇ મનસુખભાઇ સાંગાણી (ઉ.વ.૨૯) નામના યુવાનને ગામમાં બાઇક સ્‍લીપ થઇ જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસમાં થયેલી નોંધ મુજબ કેતનભાઇ બાઇક હંકારી ગામમાં જતાં હતાં ત્‍યારે સ્‍કૂલના છાત્રો વચ્‍ચે આવી જતાં તેને બચાવવા જતાં તેનું વાહન સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવારમાં મૃત્‍યુ થયું હતું. બનાવને પગલે સાંગાણી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(11:22 AM IST)