તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 9th June 2026
દ્વારકામાં ચગ પરિવાર દ્વારા ભાગવત કથાઃ વ્યાસાસને જીજ્ઞેશદાદા ‘રાધે રાધે'
ગીતા રબારી, રાજભા ગઢવી, દેવાયત ખવડ, સાગરદાન ગઢવી, અશોક ભાયાણી, આસિફ ઝેરીયાના કાર્યક્રમો : વિવિધ ઉત્સવો ઉજવાશે

(વિનુભાઇ સામાણી - દિપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા.૯: શ્રી રમેશચંદ્ર અમળતલાલ ચગ પરિવાર દ્વારા પિતળઓના મોક્ષાર્થે તથા કુળના કલ્યાણ અર્થે દ્વારકા મુકામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કુળદેવી શ્રી અને શ્રી દ્વારકાધીશના આશીર્વાદથી આ જ્ઞાનયજ્ઞ અધિક જેઠ માસમાં તારીખ ૦૯-૦૬-૨૦૨૬, મંગળવારથી તારીખ ૧૫-૦૬-૨૦૨૬, સોમવાર સુધી યોજાશે, જેની પૂર્ણાહુતિ ૧૬ જૂને શ્રી નારાયણ યજ્ઞ સાથે થશે. આ પાવન કથા સનાતન સેવા મંડળ, પોલીસ સ્ટેશન સામે, દ્વારકા ખાતે યોજાશે. દરરોજ બપોરે ૩:૦૦ થી સાંજે ૯:૦૦ સુધી વ્યાસાસને બિરાજમાન પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા રાધે પોતાની આગવી શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. દરરોજ સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૦૯-૦૬-૨૦૨૬, મંગળવારના રોજ બપોરે ૧:૦૦ કલાકે શ્રી દ્વારકાધીશ મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. એજ દિવસે બપોરે ૪:૦૦ કલાકે સંત શ્રી કૈલાસગીરી બાપુ શિવરાજગઢ તથા મહંત શ્રી મુકેશગીરી બાપુ રાંદલના દડવા ના હસ્તે દીપ પ્રાગટય થશે. ૧૨-૦૬-૨૦૨૬, શુક્રવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે શ્રી રામ જન્મ, સાંજે ૫:૦૦ કલાકે શ્રી વામન જન્મ અને સાંજે ૬:૦૦ કલાકે શ્રી કળષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે. ૧૩-૦૬-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે ગોવર્ધન પૂજા અન્નકૂટ યોજાશે. ૧૪-૦૬-૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે શ્રી રૂકમણિ વિવાહ ઉત્સવ ઉજવાશે. ૧૫-૦૬-૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી સુદામા ચરિત્ર અને બપોરે ૩:૦૦ કલાકે શ્રી દ્વારકાધીશ ધ્વજા પૂજન થશે. કથાની પૂર્ણાહુતિ ૧૬-૦૬-૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી નારાયણ યજ્ઞ સાથે કરવામાં આવશે.
કથા ઉપરાંત દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે સાંસ્કળતિક કાર્યક્રમોની શળંખલા પણ યોજાશે. ૧૦ જૂન, બુધવારના રોજ શ્રીનાથજીની ઝાંખીની પ્રસ્તુતિ કલાકાર શ્રી આસિફભાઈ ઝેરીયા આપશે. ૧૧ જૂન, ગુરુવારના રોજ શ્રી રામધૂન રામ નામ કે હીરે મોતી કાર્યક્રમમાં કલાકાર શ્રી અશોકભાઈ ભાયાણી રામનામનો નાદ કરાવશે. ૧૨ જૂન, શુક્રવારના રોજ ભવ્ય લોક ડાયરામાં શ્રી રાજભા ગઢવી, શ્રી સાગરદાન ગઢવી અને શ્રી દેવાયતભાઈ ખવડની જુગલબંધી જામશે. ૧૩ જૂન, શનિવારના રોજ શ્રી માતાજીના ગરબાની રમઝટ શ્રી આશાપુરા ગરબી મંડળ, પડધરી બોલાવશે. ૧૪ જૂન, રવિવારના રોજ ભવ્ય રાસની રમઝટમાં શ્રી ગીતાબેન રબારી પોતાના સુમધુર કંઠે રાસ-ગરબા રજૂ કરશે.
આ જ્ઞાનયજ્ઞ સમગ્ર ચગ પરિવારના સ્વર્ગસ્થ પિતળઓના મોક્ષાર્થે યોજાયો છે. જેમાં સ્વ. અમળતલાલ ભાણજીભાઈ ચગ, સ્વ. ચંપાબેન અમળતલાલ ચગ, સ્વ. લક્ષ્મીદાસ ભાણજીભાઈ ચગ, સ્વ. શશીકાંતભાઈ અમળતલાલ ચગ, સ્વ. દિનેશભાઈ અમળતલાલ ચગ, સ્વ. સુરેશભાઈ અમળતલાલ ચગ, સ્વ. લતાબેન મહેશભાઈ ચગ તથા સ્વ. વિન્ની ચિરાગભાઈ ચગનો સમાવેશ થાય છે. આ પાવન કાર્યમાં શ્રી પ્રકાશભાઈ અમળતલાલ ચગ, શ્રી મહેશભાઈ અમળતલાલ ચગ, શ્રી રમેશચંદ્ર અમળતલાલ ચગ, શ્રી દિલીપભાઈ અમળતલાલ ચગ સહિત શ્રી ચેતનભાઈ શશીકાંતભાઈ ચગ, શ્રી મેહુલભાઈ શશીકાંતભાઈ ચગ, શ્રી ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ, શ્રી મયંકભાઈ પ્રકાશભાઈ ચગ, શ્રી પરાગભાઈ રમેશચંદ્ર ચગ સધવા અ.સૌ. ચંદ્રિકાબેન પ્રકાશભાઈ ચગ, અ.સૌ. જ્યોતિબેન રમેશચંદ્ર ચગ, અ.સૌ. જુલીબેન ચેતનભાઈ ચગ, અ.સૌ. ભાવિકાબેન મેહુલભાઈ ચગ, અ.સૌ. ચિત્રાબેન ચિરાગભાઈ ચગ, અ.સૌ. પુનમબેન મયંકભાઈ ચગ, અ.સૌ. નિરાલીબેન પરાગભાઈ ચગ તથા બાળકો ધાર્મિક ચેતનભાઈ ચગ, પ્રીત મેહુલભાઈ ચગ સહભાગી બન્યા છે. ચગ પરિવારની દીકરીઓ શ્રી હંસાબેન જયેશકુમાર પુજારા, શ્રી આરતીબેન અલ્પેશકુમાર સામાણી, શ્રી ઉર્વીબેન પ્રશાંતભાઈ મોદી તથા શ્રી પૂજાબેન ગૌતમકુમાર ઝોલાઈ સ્વાગતાકાંક્ષી તરીકે સેવા આપશે. પરિવારની ત્રીજી પેઢીના દર્શ, હાર્વી, નિત્યા, વંશી, શિયા, નીવ, પરમ, દીવિત દ્વારા સૌના વહાલા શ્રીકળષ્ણ કનૈયાની આ કથામાં આપ સૌ સહપરિવાર સાથે જરૂર પધારશો તેવું નમ્ર નિવેદન કરવામાં આવ્યું છે.રમેશચંદ્ર અમળતલાલ ચગ, ચિરાગભાઈ રમેશચંદ્ર ચગ અને પરાગભાઈ રમેશચંદ્ર ચગ પરિવાર દ્વારા સર્વે સ્વજનો, સ્નેહીજનો અને ધર્મઙ્ઘેમી જનતાને આ જ્ઞાનયજ્ઞ, ઉત્સવો તથા સાંસ્કળતિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
