તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા ઉકળાટ વચ્ચે ધુપ-છાંવ : પવનના સુસવાટા
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પહેલા મિશ્ર ઋતુનો માહોલ

રાજકોટ, તા., ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા ઉકળાટ વચ્ચે ધુપ-છાંવનો માહોલ છે અને પવનની સુસવાટા ફુંકાઇ રહયા છે.
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પહેલા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃગોહિલવાડ પંથકમાં હવામાનમાં આવેલા ભારે પલટા વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો છે. આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવા છતાં સૂર્યદેવના આકરા મિજાજ અને હવામાં ભેજના ઊંચા પ્રમાણને કારણે સમગ્ર ભાવનગર પંથક અસહ્ય ઉકળાટની ભઠ્ઠીમાં શેકાયું હતું. દિવસ દરમિયાન ફૂંકાયેલા તેજ પવનો પણ લોકોને ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા અને આજે મહત્તમ તાપમાનનો પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમી તેમજ બફારાના બેવડા મારથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. સામાન્ય રીતે વાદળછાયું આકાશ થતાં ગરમીમાં રાહત મળતી હોય છે, પરંતુ આજે તેનાથી ઉલટી જ સ્થિતિ સર્જાઈ હતી અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું ઙ્કમાણ નોંધપાત્ર રીતે વધીને ૪૯ ટકાએ પહોંચી ગયું હતું. વાદળોના કારણે જમીનની ગરમી હવામાં પરાવર્તિત થઈ ન શકતા અને હવામાં ભેજનું પ્રમાણ ઊંચું હોવાના લીધે અસહ્ય બફારો અનુભવાયો હતો, જેને કારણે સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને બપોરના સમયે રાજમાર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૭, લઘુતમ ર૮.પ, ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૧૮.૮ કી.મી. પ્રતિ કલાક રહી હતી
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
