News of Tuesday, 9th June 2026
ગોંડલના કેશવાળા પાસે કૌટુંબીક કલેશમાં ભાણેજની હત્યામાં બે મામા સહિત ૪ની ધરપકડ
સુલતાનપુરના પી.આઇ. ખાચર તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં આરોપીઓને બાબરાથી પકડી આટકોટ પોલીસના હવાલે કર્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૯: આટકોટ પોલીસ ની હદ માં આવતા ગોંડલ નાં કેશવાળા અને મેસપર ની સીમ માં માતા પિતાની નજર સામે તેર વર્ષ નાં પુત્ર ની તેના બે મામા તથા નાના અને એક અજાણ્યા શખ્સે પથ્થર નાં ઘા મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇ ખાચરને જાણ થતા તેમણે ગણતરીની કલાકોમાં આરોપીઓ ને જડપી લઇ આટકોટ પોલીસ હવાલે કર્યા હતાં. દેવિપુજક પરિવારની દિકરી રિસામણે બેઠી હોય આ મુદ્દે કૌટુંબિક તકરાર થતા વાત હત્યા સુધી પહોંચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટા દડવા રહેતા ભનાભાઇ કરશનભાઇ સોલંકી બાઈક ઉપર પત્નિ હંસાબેન અને પુત્ર નરેન્દ્રને લઈ તેમની નાની દિકરી માટે છોકરો જોવા કેશવાળા ભુપતભાઇ વાઘેલાને ઘરે ગયા હતા. પરત ફરતી વેળા મેસપરની સીમમાં બાબરા રહેતા તેના સસરા અરજણ કાના તથા બે સાળા પુનાભાઇ તથા અરવિંદભાઈ નો ભેટો થઇ જતા બાઈક થોભાવી કૌટુંબિક મામલે બોલાચાલી થઇ હતી. ભનાભાઇ ની મોટી દિકરીનાં લગ્ન તેના સાળા અરવિંદભાઈનાં દિકરા સાથે થયા બાદ કેટલાક સમયથી તેણી રિસામણે હોય આ બાબતે બન્ને પરીવાર વચ્ચે કજીયો ચાલતો હતો. દરમ્યાન કેશવાળાથી પરત ફરી રહેલા ભનાભાઇનો ભેટો સસરા અને બન્ને સાળા સાથે થતા રિસામણે બેઠેલી દિકરીને તેડવા આવતાનાં હોય વાત કરતા વાત વણસી હતી અને ઉગ્ર સ્વરૂપ લેતા ઉશ્કેરાયેલા અરજણભાઇ અને તેના પુત્રો પુનો અને અરવિંદે તેના ભાણેજ નરેન્દ્ર ઉપર પથ્થર વડે વાર કરતા લોહીલુહાણ બનેલા નરેન્દ્રનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
ગુસ્સા નાં આવેગમાં કરાયેલી હરકતથી નિર્દોષ ભાણેજની હત્યા થઇ હતી. બનાવ બાદ નાના અને મામા નાશી છુટયા હતા. નરેન્દ્રનાં મળતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લવાયો હતો. બનાવ અંગે ની જાણ સુલતાનપુર પોલીસ સ્ટેશન નાં બાહોશ પીઆઇ ખાચર ને થતા તેમણે ગણતરીની કલાકો માં આરોપીઓ ને બાબરા થી જડપી લીધા હતા.બનાવ આટકોટ પોલીસ ની હદ માં બન્યો હોય આરોપીઓ ને આટકોટ પોલીસ માં સોંપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
