તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
પ્રથમ જ્યોર્તિલિંગના દર્શન કરતાં રાજસ્થાનના ૧૦૦૮ વરિષ્ઠ નાગરિકો
‘સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત વિશેષ ટ્રેનથી પ્રભાસ ક્ષેત્રની મુલાકાતે પધાર્યા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૯ :.. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજીત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજસ્થાન સરકારની વરિષ્ઠ નાગરિક તીર્થ યાત્રા યોજના અંતર્ગત રાજસ્થાનથી આવેલા ૧૦૦૮ શ્રદ્ધાળુ વરિષ્ઠ નાગરિકોએ શનિવારે દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.
સોમનાથ મંદિર દર્શન દરમિયાન વરિષ્ઠ નાગરિકોએ સંધ્યા આરતીમાં ભાગ લીધો અને સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથાનું વર્ણન કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન પર આગમન થતાની સાથે જ ૧૦૦૮ વરિષ્ઠ નાગરિક શ્રદ્ધાળુઓનું રંગેચંગે ભવ્ય પરંપરાગત સ્વાગત કરાયું હતું. ગુજરાતની લોકસંસ્કળતિ સાથે કરવામાં આવેલા સ્વાગતમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત થયા હતાં.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
