<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સાવરકુંડલા બન્‍યું ગંદકી અને ગોબર મયઃ નવા પાલિકા પ્રમુખ સુધારો કરે તેવી લોકમાંગ ઉઠી

બકાલા માર્કેટ અને નાવલી નદી વિસ્‍તારમાં ચાલવું મુશ્‍કેલ, ભયંકર બદબૂથી રહીશો પરેશાનઃ સરકાર લાખોની ગ્રાન્‍ટ ફાળવે છતાં સફાઈના ઠેકાણા નથી, નવનિયુક્‍ત પ્રમુખ નયના કાપડિયા પાસે અપેક્ષા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૯: સાવરકુંડલા શહેરના અનેક વિસ્‍તારો ગંદકી અને ગોબર મય જોવા મળી રહ્યા છે. શહેરને સાફ સફાઈથી સ્‍વચ્‍છ રાખવા માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટો ફાળવે છે છતાં શહેરના અમુક વિસ્‍તારોની સફાઈ જ થતી નથી.

સાવરકુંડલા શહેરના બકાલા માર્કેટ, નાવલી નદી વિસ્‍તારમાંથી ચાલીને જવું મહામુશ્‍કેલ બન્‍યું છે. આ વિસ્‍તારોમાં ભયંકર બદબૂ આવી રહી છે. સ્‍થાનિકોનું કહેવું છે કે બકાલા માર્કેટ અને નાવલી નદીની કયારેય સાફ સફાઈ કરવામાં આવી નથી. એક બાજુ નગર પાલિકાના સત્તાધીશો શહેર સ્‍વચ્‍છ રાખવા માટે જાહેરાતો કરે છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેવુ વર્તાય છે.

વર્ષો વીતી ગયા છતાં નાવલી નદીમાંથી ગંદકી દૂર કરવામાં નગર પાલિકાના સત્તાધીશો નિષ્‍ફળ ગયા છે. સામાન્‍ય ગંદકીનો પ્રશ્નો હલ થતો નથી ત્‍યારે શહેરને વિકાસશીલ બનાવવાની વાતો થાય છે.

હવે નવ નિયુક્‍ત પાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા શહેરની સફાઈમાં નવીન સુધારો કરશે? તેના પર શહેરીજનોની નજર મંડાયેલી છે.

(1:10 PM IST)