તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
મોરબીના જેતપર ગામે કંપનીના બાંધકામ સામે ગ્રામજનો દ્વારા ચક્કજામ કરાયો :પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ : જુઓ વિડીયો
જમીન અને કંપનીના કામ બાબતની માથાકૂટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે:એક મહિલાની તબિયત લથડી : ગ્રામજનો પ્રતીક ઉપવાસ શરૂ કરવાની તૈયારીમાં

મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક ખાનગી કંપનીના બાંધકામના કામનો વિરોધ કરી રહેલા સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે સામસામે ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી આ જમીન અને કંપનીના કામ બાબતની માથાકૂટ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, જેતપર ગામે કંપની દ્વારા કરવામાં આવી રહેલા કામને અટકાવવા માટે ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને હિતોને નુકસાન થઈ રહ્યું છે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા હતા. જ્યારે આ ખેડૂતો કંપનીના કામમાં અવરોધ ઊભો કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં તૈનાત પોલીસ જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું.
પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સ્ત્રી અને પુરુષ ખેડૂતોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ખેડૂતોમાં રોષની લાગણી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ આજે તે ગંભીર વળાંક પર આવી ગયો છે. હવે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન કેવું રૂપ લેશે અને તંત્ર દ્વારા આ મામલે શું મધ્યસ્થી કરવામાં આવશે તે જોવું રહ્યું.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
