<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અઢી મહીનાથી બંધ કચ્છની નર્મદા કેનાલમાં ૧૧ જૂન ગુરુવારથી પાણી છોડવામાં આવશે

કાળઝાળ ગરમીમાં પીવાના પાણી સાથે ખેતી માટે પણ રાહતરૂપ બનશે

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા કેનાલ છેલ્લા અઢી માસ થી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી હતી. કચ્છના રાપર તાલુકા ના તમામ ગામો તથા ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પીવાના પાણી માટે નર્મદા ઉપર આધારિત છે. ઉનાળાને અનુલક્ષીને તાજેતરમાં જ ભચાઉ ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા ને ખેડુતો તથા નગરપાલિકા અને પંચાયત દ્વારા પીવા ના પાણી માટે તથા ખેતી માટે રજુઆત કરી હતી. આ સંદર્ભે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રુબરુ રજુઆત કરી હતી. જેથી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા તાત્કાલિક નર્મદા યોજનાના અધિકારીઓ ને તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલમાં પાણી છોડવા માટે આદેશ આપતા ૧૧ જુન ગુરૂવારથી કચ્છની જીવાદોરી સમાન કચ્છની આ કેનાલમાં પાણી છોડવામાં આવશે. રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડા ના પ્રયાસ થી ઉનાળા ની કાળઝાળ ગરમીમાં પાણીના સમાચાર આવતાં લોકોમાં આનંદ ની લાગણી ફેલાઈ છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:28 PM IST)