<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા :છેલ્લા 14 વર્ષથી ગુમ બાળકને શોધી કાઢીને પિતા સાથે મિલાપ કરાવ્યો

વર્ષ 2012માં આઠ વર્ષનો બાળક કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો હાલ 24 વર્ષનો હોય અને અમદાવાદમાં કુરિયર કંપનીમાં કામ કરતો હતો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા લાંબા સમયથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી. ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એક્સ્પોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર  એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા લાંબા સમયથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિત ઓને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

  દરમ્યાન સ્ટાફના સુરેશભાઈ ડાંગર ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, લખધીરસીંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ના ગુમ રજી. નં. રજી.નં.૧૨૩/૨૦૧૨ ગુમ થનાર બાળક- પ્રદિપ સ/ઓ કારાભાઇ વાઘ ઉ.વ.૦૮ (વર્ષ-૨૦૧૨ મુજબ) વાળો વર્ષ-૨૦૧૨માં પોતાના ઘરેથી કોઇને કહયા વગર ચાલ્યો ગયેલ હોય જે બાળકની તપાસ હુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરતા ગુમ થનાર બાળક હાલ ઉ.વ.૨૪ વર્ષનો હોય અને અમદાવાદ ખાતે કુરીયર કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળેલ જેથી ગુમ થનાર બાળકને શોધી કાઢી તેના પિતા- કારાભાઈ ગોવિંદભાઇ વાઘ સાથે મિલાપ કરાવી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી બી ડીવીઝન ને જાણ કરેલ છે.

આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઇ ભરવાડ, એ.એસ.આઇ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(9:34 PM IST)