<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ઉપલેટા કૂઢેચ ગામે શિક્ષકે બાળકીઓ સાથે શારીરીક અડપલાં કર્યા

પોકસો સહિતની કલમો હેઠળ પાટણવાવ પોલીસ સ્‍ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ

ધોરાજી, તા.૧૦: ધોરાજીનાં પાટણવાવ પોલીસ મથક ખાતે ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામ ની પ્રાથમિક શાળા નાં શિક્ષકે બાળકી ઓ સાથે શારરીક અડપલાં કરતાં દૂષકર્મ,પોકસો સહિત ની કલમો હેઠળ ફરીયાદ નોધાઈ છે.

વિગતો મુજબ પાટણવાવ પોલીસ મથક વિસ્‍તારમાં આવતા ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામ ની પોલીસ ફરિયાદ નોધાઈ છે જે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દેવાણદ ગોવિંદભાઈ એ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી બાળકી ઓ સાથે શારરીક, અડપલાં કરી જાતીય સતામણી સહિતની બાબતે વાલીઓ ને જાણ થતાં ભોગ બનનારી વિદ્યાર્થી સગીરાનાં વાલીઓએ ફરીયાદ નોંધાવી છે પોલીસે બી.એન.એસ એકટ કલમ ૭૫/૨,૩૫૧/૨,૬૪/૨,૬૫/૨,પોકસો કલમ ૬/૮/૧૦/૧૮ મુજબ ગૂનો નોંધી ને આગળ ની કાર્યવાહી  પાટણવાવ પોલીસ સ્‍ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે

(1:16 PM IST)