News of Wednesday, 10th June 2026
કચ્છના ચિત્રોડ ગામે કેમિકલ યુક્ત દારૂએ લીધો ભોગઃ ૪૫ વર્ષના આશાસ્પદ યુવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચિત્રોડ ગામે રહેતા ૪૫ વર્ષીય યુવાન મગન રાયશી મયાત્રાનું કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાથી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, પોલીસે તેના વિશેરા લઈ એફએસએલ માં તપાસ માટે મોકલી મળત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
