<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં ત્રણ આખલા વચ્ચે જંગ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો

જાહેર માર્ગ પર આખલાઓની ધમાચકડી દરમિયાન રસ્તા પર પાર્ક કરેલી એક બાઈક પણ અડફેટે ચડી

દ્વારકાના ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં ત્રણ આખલા વચ્ચે જંગ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ પર આખલાઓની ધમાચકડી દરમિયાન રસ્તા પર પાર્ક કરેલી એક બાઈક પણ અડફેટે ચડી હતી. આખલાઓના યુદ્ધને કારણે રાહદારીઓમાં ભય ફેલાયો હતો અને બજારમાં વેપારીઓએ સુરક્ષાના કારણોસર પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. શહેરના મુખ્ય માર્ગ પર રખડતાં પશુઓના જમાવડાથી સ્થાનિકો લાંબા સમયથી પરેશાન છે. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં રખડતાં ઢોરને પાંજરે પૂરવામાં વહીવટી તંત્ર સતત નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

(1:17 PM IST)