હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ બી ડિવીઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે રીઢા તસ્કરને ઝડપી લીધો
બોટાદથી બાઇક ચોર્યાની કબુલાત આપીઃ અગાઉ પ ગુન્હામાં પકડાઇ ચૂકયો છે

રાજકોટ તા. ૧૦: ગોંડલ બી ડિવીઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે રીઢા ગુન્હેગારને ઝડપી લીધો હતો.
ગોંડલ બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા ‘‘ચાર દુકાન ચોક'' પાસેથી એક શંકાસ્પદ મોટરસાયકલ સવાર પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરી હીરો હોન્ડા કંપનીના સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-33-A-6847 ના કાગળો માંગતા તે રજૂ કરી શકયો ન હતો. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ બાઈક ચોરીનું છે. પકડાયેલા આરોપીની ઓળખ વિપુલભાઇ ચમનભાઇ ગોરાહવા ઉંમર વર્ષ ૨૦, ધંધોઃ મજૂરી, રહે. ચોકડી ગામ, તા. બરવાળા, જી. બોટાદ તરીકે થઈ છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપી વિપુલ ગોરાહવાએ કબૂલાત કરી હતી કે, તેણે આ મોટરસાયકલ આજથી આશરે ત્રણ-ચાર દિવસ પહેલાં બોટાદ બસ સ્ટેશન ખાતેથી ચોરી કર્યું હતું. પોલીસે અંદાજે રૂા. ૨૦,૦૦૦/- ની કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કરીને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો ૨૦ વર્ષનો આ શખ્સ નાની ઉંમરે જ બાઈક ચોરીના ગુનાઓમાં રીઢો થઈ ચૂકયો છે. તેના પર અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) હેઠળ અનેક ગુના નોંધાઈ ચૂકયા છે. જેમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ૧ ગુનો, બરવાળા પોલીસ સ્ટેશનમાં ૧ ગુનો અને ધંધુકા પોલીસ સ્ટેશનમાં ૩ ગુનાઓનો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરીમાં ગોંડલ બી ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટર જી.એસ. ગઢવી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મનુભા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ મહોબતસિંહ, ઓમદેવસિંહ વનરાજસિંહ, સુરપાલસિંહ જયદેવસિંહ, હિતેન્દ્રસિંહ રાયુભા ગોહિલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિમેબેન બચુભાઇ જોડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
