<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

મોરબીનાં જેતપરનાં ખેડૂતો લાલધૂમ : વિશાળ ટ્રેકટર રેલી

વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ દ્વારા અટકાયત, ખેડૂતોના ધરણા, હાઇવે ચક્કજામ, પોલીસ દ્વારા ચક્કજામ હટાવાયો, અટકાયતી ખેડૂતોના ગ્રામજનો દ્વારા સન્‍માનઃ જેતપર ગામે ખેડૂતોના સામુહિક વિરોધ વચ્‍ચે પણ ફરી વીજલાઈનની કામગીરી શરૂકરાઈ : વિરોધ કરતા ખેડૂતોની અટકાયત, એક મહિલાની તબિયત લથડી : ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો : મોટી સંખ્‍યામાં ખેડૂતો એકત્રિત થયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ : મોરબીના જેતપર ગામના ખેડૂતોએ અદાણી કંપની અને તંત્રની મનમાની સામે મોરચો માંડયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂતોના ખેતરમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર થાંભલા નાખતી વીજ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજવાનું એલાન આપ્‍યું છે.

આપના નેતા પંકજભાઈ રાણસરિયાએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે વીજ કંપનીના આ કળત્‍યના વિરોધમાં અને પોતાનો હક માંગવા માટે  આજે જેતપરના ખેડૂતો દ્વારા એક વિશાળ ટ્રેક્‍ટર રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ટ્રેક્‍ટર રેલી જેતપરથી શરૂ થઈને મોરબી કલેક્‍ટર કચેરી સુધી જશે અને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવશે. ૅઅમારો હક્ક અમને આપોૅ અને ૅઆપણી એકતા આપણી તાકાતૅ ના બેનર હેઠળ ખેડૂતો એકજૂથ થયા છે. વીજ કંપનીના અત્‍યાચારો સામે જેતપરના ખેડૂતોનું આ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનવાની પૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.

જેતપર ગામે વીજ કંપની દ્વારા ગઈકાલે ફરી એકવાર ખેડૂતના ખેતરમાં પોતાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાઉ પણ આ મુદ્દે ભારે વિરોધ નોંધાઈ ચૂકયો છે, ત્‍યારે ફરીથી કામગીરી શરૂ થતા મામલો ગરમાયો હતો. વીજ કંપનીના કર્મચારીઓ કામગીરી માટે પહોંચતાની સાથે જ બીજી તરફ મોટી સંખ્‍યામાં સ્‍થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્‍થળે એકત્રિત થઈ ગયા હતા. ખેડૂતો દ્વારા આ કામગીરીનો સતત વિરોધ કરવામાં આવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે સતત ચાર દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ એક વખત ખેડૂતોની અટકાયત કરવામાં આવતા ખેડૂતો અને તેમના પરિવારજનો દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્‍યો હતો.

પોલીસે ગઈકાલે ૨ બસ ભરીને વિરોધ કરી રહેલા ખેડૂત ભાઈઓ-બહેનોની અટકાયત કરીહતી, એક મહિલા બેભાન બની ગયા હતા.

જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાલ ઘટનાસ્‍થળે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે અને લોકોને તે વિસ્‍તારમાં આગળ જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન ખેડૂતોની અટકાયત કરી હતી.

જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા સંઘર્ષ ચાલી રહ્યો છે. તેવામાં આજે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે. પોલીસે ૨ બસ ભરીને વિરોધ કરી રહેલા ભાઈઓ અને બહેનોને ડીટેઈન કરી લીધા છે. પોલીસની આ કાર્યવાહી બાદ બાકી રહેલા તમામ ગામના ભાઈઓ અને બહેનોએ જેતપર સિવિલ હોસ્‍પિટલ પાસે એકઠા થઈને જેતપરના પાદરમાં પ્રતીક ઉપવાસ કરવાની તૈયારી આદરી છે. ઉલ્લેખનીય છે કે આ વિરોધ વચ્‍ચે એક મહિલાની તબિયત લથડતા તેઓ બેભાન થયા હતા.

મોરબીના જેતપર ગામે વીજ લાઇનનું કામ શરૂ થતા ખેડૂતોએ મોટી સંખ્‍યામાં એકત્ર થઈને આ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ વિરોધ વચ્‍ચે એક મહિલાની તબિયત ઓચિંતી લથડી હતી. તબિયત બગડતા પ્રથમ તેઓને જેતપર આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાંથી તેઓને વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્‍યુ હતુ.

જેતપર ગામના ખેડૂતો અને વીજ કંપની વચ્‍ચે ચાલી રહેલો વળતરનો વિવાદ હવે ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી ચૂકયો છે. છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલા ઘર્ષણ બાદ આજે ખેડૂતો અને મોટી સંખ્‍યામાં મહિલાઓએ અણીયારી ટોલનાકા પાસે પહોંચીને હાઇવે પર ચક્કાજામ કરી દીધો છે. માળિયા અને કચ્‍છને જોડતા આ મુખ્‍ય હાઈવે પર ટ્રાફિક જામ થતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

જેતપર ગામે છેલ્લા ઘણા દિવસથી વીજ લાઈનના કામ સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે વીજ કંપનીએ કામ શરૂ કરતા ખેડૂતોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્‍યો છે અને મોટી સંખ્‍યામાં ખેડૂતોએ અણિયારી ટોલનાકા પાસે હાઇવે પર ચક્કાજામ કરી દીધો છે.

આ વિરોધ પ્રદર્શનમાં જેતપર, અણિયારી, રંગપર, ચકમપર, જીવાપર અને ખાખરેચી સહિતના ગામના લોકો અને ખેડૂતો મોટી સંખ્‍યામાં એકઠા થયા છે. ખેડૂતોના ચક્કાજામના કારણે હાઇવેની બંને તરફ ૫-૫ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહનચાલકો પરેશાન થયા હતા. અગાઉ પણ ખેડૂતોએ ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્‍ત કરાવવા માટે જામ કર્યો હતો અને પોલીસ દ્વારા ખેડૂતોને મુક્‍ત કરાયા બાદ જ ચક્કાજામ હટાવ્‍યો હતો.

ખેડૂતો જેતપર પરત ફર્યા, ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્‍ત કરાતા ગ્રામજનોએ હારતોરા કરીને સન્‍માન કર્યું.

મોરબીના જેતપર ગામે વીજલાઈનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ વિરોધનો સૂર વધુ તીવ્ર બનાવ્‍યો છે. વીજલાઈનના કામના વિરોધમાં ખેડૂતોની અટકાયત થતા રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકે ચક્કાજામ કરી દીધો હતો. કલાકો બાદ પોલીસે બળપ્રયોગ ક૨ીને અંતે આ ચક્કાજામ હટાવ્‍યો હતો.

વધુમાં ખેડૂતો જેતપર પરત ફર્યા હતા. અહીં પોલીસે ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્‍ત કરતા તમામ ગ્રામજનોએ તેઓનું હારતોરા કરી સન્‍માન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ગાંધી ચીંધ્‍યા માર્ગે હજુ આંદોલન ચાલુ જ રાખવાની જાહેરાત પણ કરી છે.

(11:47 AM IST)