તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 10th June 2026
જામનગર જિલ્લાના પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળોને સાંકળતી ‘પ્રગતિ પથ યાત્રા’ નો ભવ્ય પ્રારંભ:પ્રગતિ પથ યાત્રાના માધ્યમથી પીએમ મોદીના વિઝન હેઠળ સાકાર થયેલ જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ
તા.૧૪ જૂન સુધી યોજાનાર યાત્રાના પ્રથમ દિવસે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યઓ, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો યાત્રામાં જોડાયા: ખીજડીયા પક્ષી અભ્યારણ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ભૂચરમોરી તથા ભૂજીયા કોઠા જેવા ઐતિહાસિક તથા વિકાસાત્મક સ્થળોની મહાનુભાવોએ મુલાકાત લીધી

જામનગર:ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ સ્થળોએ તા.૦૮ થી તા.૧૪ જૂન દરમિયાન જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે તબક્કામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગત તા.૦૯ જૂનના રોજ જામનગર કલેક્ટર કચેરી ખાતેથી વિવિધ મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ યાત્રાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રારંભિક ચરણમાં આ યાત્રાએ જામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ પ્રખ્યાત અને વિકાસાત્મક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ખીજડીયા પક્ષી અભ્યારણ, જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પી.એમ.શ્રી શાળા-હડિયાણા, ભાદરા ખાતે આવેલ પ્રાકૃતિક ફાર્મ, ભાદરા સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક યુદ્ધ ભૂમિ સ્થળ ભૂચરમોરી, હાપા રેલવે સ્ટેશન તથા ઓવરબ્રિજ, ઐતિહાસિક સ્થળ ભૂજીયો કોઠો અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.મુલાકાત દરમિયાન યાત્રાના સહભાગીઓએ આ તમામ સ્થળોના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મુલાકાત લેવાયેલા તમામ સ્થળોએ ચાલી રહેલી તેમજ પૂર્ણ થયેલી વિવિધ યોજના-પરિયોજનાઓની વિગતવાર માહિતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે જ મુલાકાતીઓને ગાઈડ દ્વારા જે-તે સ્થળના ઐતિહાસિક અને વિકાસાત્મક મહત્વની સચોટ જાણકારી પણ આપવામાં આવી હતી તેમજ નાગરિકોની સુવિધા માટે સ્થળ પર સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ પ્રગતિ પથ યાત્રાના પ્રથમ તબક્કામાં સાંસદ, ધારાસભ્યઓ, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યાત્રાના બીજા તબક્કામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના વિવિધ वर्गના લોકો જોડાઈને આ વિકાસ યાત્રાના સહભાગી બનશે.
આ ગરિમામય યાત્રાના પ્રારંભે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, દંડક અમર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી વિનોદભાઈ ભંડેરી,બીનાબેન કોઠારી, વન વિભાગના સી.સી.એફ. મનીશ્વરા,અરુણકુમાર અંકુર પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી યાત્રાને સફળ બનાવી હતી
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
