<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કેશોદ એરપોર્ટનો થશે અદભુત કાયાકલ્પ કરાશે: પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની મંજૂરી

સ્થાનિક સ્તરે રોજગારી અને ઉડ્ડયન (એવિએશન) ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાશે

જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અને ઉડ્ડયન (એવિએશન) ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરપોર્ટ પર હવે 'પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ' શરૂ કરવાની દિશામાં સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ગુજરાતના યુવાનોને પાઇલટ બનવા માટે પોતાના જ રાજ્યમાં આધુનિક તાલીમ મળી રહેશે અને કેશોદ એરપોર્ટના વિકાસને પણ નવી પાંખો મળશે.

(8:37 PM IST)