તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 11th June 2026
મોરબીના જેતપર ગામે વિજપોલ નાખવાના વિવાદમાં ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતીયાએ ગામના દીકરા તરીકે માફી માંગી
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જેતપર ગામમાં પહોંચ્યા. તેમણે કહ્યું-, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે.

મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં વીજપોલ નાંખવાની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટો રાજકીય વળાંક આવ્યો છે. આ કામગીરીના વિરોધ વચ્ચે રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જેતપર ગામમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે આજે એક લોકનેતા તરીકે નહીં, પરંતુ 'ગામના દીકરા' તરીકે આવ્યો છું. ગ્રામજનોની જાહેરમાં માફી માંગું છું.
સમગ્ર વિવાદની વિગત એવી છે કે, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને નાખવામાં આવી રહેલા વીજપોલના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે યોગ્ય વળતર મેળવવાની માંગણી સાથે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મોરબી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોના આ આક્રોશને શાંત પાડવા મંત્રી પોતે મેદાનમાં આવ્યા છે.
જેતપર ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રી કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે, હું અહીં મારા ગામના ખેડૂતોને નુકસાન પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તેમને મહત્તમ ફાયદો થાય તે માટે આવ્યો છું. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
