<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સ્‍વચ્‍છતા એ માત્ર એક દિવસનો કાર્યકમ નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ ચાલતી આપણી નૈતિક જવાબદારી છેઃ રિવાબા જાડેજા

શિક્ષણ રાજ્‍યમંત્રીએ જામનગરના રણમલ તળાવ ખાતે સ્‍વચ્‍છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળને વધાવવા જામનગરમાં લોકભાગીદારીથી જન-અભિયાન વેગીલું બન્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧, દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્‍ય અને જનકલ્‍યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી ‘‘વિશેષ સ્‍વચ્‍છતા ઝુંબેશ'' અંતર્ગત આજે એક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ ખાતે જંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ સ્‍વચ્‍છતા અભિયાનમાં રાજ્‍યના શિક્ષણ મંત્રી  રિવાબા જાડેજાએ ઉપસ્‍થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્‍વચ્‍છતાનો સંદેશ આપ્‍યો હતો.

આ પ્રસંગે મંત્રી  રિવાબા જાડેજાએ વડાપ્રધાનશ્રીને જામનગરની ટીમ અને જનતા વતી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જણાવ્‍યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગતિશીલ નેતળત્‍વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્‍યાણ'ના પથ પર આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકસિત રાષ્‍ટ્ર બનવા તરફ મક્કમ કદમ ભરી રહ્યો છે ત્‍યારે જામનગરની જનતાને મારી હૃદયપૂર્વકની અપીલ છે કે, સ્‍વચ્‍છતા એ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ આપણને આપણું ઘર સ્‍વચ્‍છ રાખવું ગમે છે, તેમ આપણી શેરી, મહોલ્લો, જિલ્લો અને સમગ્ર રાજ્‍ય સ્‍વચ્‍છતા તરફ અગ્રેસર થાય તે માટે આપણે જાગળત નાગરિક તરીકે મોરલ રિસ્‍પોન્‍સિબિલિટી સ્‍વીકારવી પડશે.

ંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત છેલ્લા બે દાયકાથી દેશમાં ‘મોડલ સ્‍ટેટ' તરીકે પથદર્શક રહ્યું છે અને આદરણીય મુખ્‍યમંત્રીશ્રીના નેતળત્‍વમાં ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'ની પરિકલ્‍પના સાકાર થઈ રહી છે. પ્રાકળતિક સંવર્ધન અને ક્‍લાઈમેટ ચેન્‍જ જેવા વૈશ્વિક વિષયોમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા પરિવારના એક મોભીની જેમ સામાન્‍ય નાગરિકની ચિંતા કરી છે. ગરીબો, વંચિતો, ખેડૂતો અને માતળશક્‍તિ-યુવા શક્‍તિ જેવા ચાર મજબૂત સ્‍તંભોને કેન્‍દ્રમાં રાખીને આવાસ યોજના, મફત અનાજ-રાશન, કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન અને શાળા પ્રવેશોત્‍સવ જેવા પ્રકલ્‍પો થકી દેશનું સફળ સુકાન સંભાળ્‍યું છે.

આ સફાઈ અભિયાનના અવસરે જામનગર શહેરના મેયર  મોનિકાબેન વ્‍યાસ, ધારાસભ્‍ય  દિવ્‍યેશભાઇ અકબરી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  ધીરેન મોનાણી, દંડક અમર મોદી તેમજ મ્‍યુનિસિપલ કમિશનર  દિપેશ કેડિયા ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્‍થાનિક કોર્પોરેટરશ્રીઓ, સામાજિક-રાજકીય અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત બહોળી સંખ્‍યામાં જામનગરના નગરજનોએ ઉત્‍સાહભેર જોડાઈને રણમલ તળાવની આસપાસના વિસ્‍તારોને સ્‍વચ્‍છ-સુઘડ બનાવ્‍યા હતા.

(10:50 AM IST)