<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વાદળા છવાયાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા

મિશ્ર વાતાવરણનો અહેસાસઃ આખો દિવસ અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાયા છે અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે અને મિશ્ર વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે. અને આખો દિવસ અસહ્ય ઉકળાટ અનુભવાઇ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ગોહિલવાડ પંથક સહિત ભાવનગર શહેરમાં બુધવારે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળતાં લોકોને ગરમીમાં થોડી રાહત મળશે તેવી આશા જાગી હતી, પરંતુ દિવસ ચઢતા જ ગરમીનું જોર ફરી વધ્‍યું હતું. શહેરમાં ૩૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાતા વાતાવરણ વધુ ગરમ બની ગયું હતું. ગરમ પવન અને બફારાના કારણે લોકો અકળાઈ ઉઠ્‍યા હતા અને દિવસભર ગરમીથી ત્રસ્‍ત બન્‍યા હતા.

 ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૨.૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જ્‍યારે લઘુતમ તાપમાન ૨૮.૭ ડિગ્રી સેલ્‍સિયસ રહ્યું હતું. તાપમાન ૪૨ ડિગ્રીને પાર થતાં બપોરના સમયે શહેરના મુખ્‍ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને વળદ્ધો, બાળકો અને રોજિંદા કામ માટે બહાર નીકળતા લોકો ગરમીના કારણે પરેશાન થયા હતા.

વાંકાનેર

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : વાંકાનેરમાં આજ સવારથી ઉકળાટ - બફારાની કેટલાક દિવસોની અસહ્યતામાં થોડી રાહત આપનારા અતિ વેગીલા પવનોનું જોર વધેલુ જોવા મળી રહ્યું છે. આભમાં આછા વાદળો સાથે પવનોની ઝાપટોના પ્રહારે મેઇન બજારમાં બપોરના તડકાથી બચવા છાંયડા માટે ગ્રીન નેટના પડદાઓ વેપારીઓ દ્વારા બંધાયેલા છે પણ પવનોના વેગથી આ પડદાઓની હાલત ખરાબ થયેલી જોવા મળે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્ત તાપમાન ૩૮ ડીગ્રી, લઘુતમ ર૯ ડીગ્રી, ભેજ ૭૧ ટકા, અને પવનની ઝડપ ૧પ.૬ કિ. મમી. પ્રતિ કલાક રહી હતી. 

 

(11:11 AM IST)