હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના રંગપર બેલામાં બાઇકની ઠોકરે જેન્તીભાઇ કગથરાનું મોત
મજુરી કામેથી ઘરે આવતી વખતે રસ્તો ઓળંગતા હતાં ત્યારે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૧: મોરબીના રંગપર બેલા ગામ પાસે મજુરી કામ પુરૂ કરી ચાલીને ઘરે જઇ રહેલા યુવાન મોટરસાઇકલની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રંગપર બેલા ગામે રહેતાં જેન્તીભાઇ મગનભાઇ કગથરા (ઉ.વ.૪૦) નામના યુવાન રાતે નવેક વાગ્યે ચાલીને ઘર તરફ આવતાં હતાં ત્યારે રસ્તો ઓળંગતી વખતે એક મોટરસાઇકલની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર જેન્તીભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે છુટક કડીયા કામની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. રાતે મજુરી કામેથી ઘરે આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. આધારસ્તંભ ગુમાવતાં કગથરા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
