<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સલાયાથી ગોઇંજ જતા રસ્‍તે ઘી નદીના પટના કોઝ-વેમાંથી રેતી ખનન કરતા જેસીબી મશીન અને ટ્રક ડમ્‍પર સહીતનો મુદામાલ કબજે

 

ખંભાળિયાઃતા.૧૧,સલાયાથી ગોઇંજ તરફ જતા રસ્‍તે આશરે દોઢેક કી.મી દુર ધી નદીના પટમાં પ્રથમ કોઝવે સરકારી ખરાબામાં જેસીબી વડે ગે.કા.રીતે મોરમનુ (માટી) ખસેડી તેમા નિચેથી પાણી ભરેલ ખાડા માંથી રેતી કાઢી ડમ્‍પરમાં ભરી ગે.કા રીતે સરકારી ખનીજનુ વહન કરતા હોવાની પ્રવળતી કરતા હોય ૅ જે હકીકત વાળી જગ્‍યાએ સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા તાત્‍કાલીક કોઝવેના નદી જેવા પટમાં પહોચી  ડ્રાઇવરોને તેમના હસ્‍તકના બિનઅધિક્રૂત કોઇ પણ મંજુરી વગર પાણી ભરેલા ખાડાઓ માંથી માટી સાઇડમાં ખસેડી સારી ગુણવતાની રેતી જેસીબી મશીન વડે ખનન કરી ડમ્‍ફર વાહનમાં ભરતા મળી આવતા ગેરકાયદેસર ખનીજ ખનન સબંધે વાહનો હસ્‍તક લઇ (૧) હમીરભાઇ ભારાભાઈ સંધીયા,રહે. સોડસલા, તા.ખંભાળીયા, (૨) વેજાણંદભાઇ અરજણભાઇ ભાચકન   રહે. સંજયનગર સામે કાર્યવાહી કરી  (૧) ખનન કરેલ રેતી કુલ ૩૨ ટન જેટલી આશરે કિ.રૂ. ૧,૬૦,૦૦૦/-(૨) જેસીબી મશીન રજી નં. જી.જે.૧૩ઇઇ ૦૮૦૦ કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-(૩) ટ્રક ડમ્‍ફર રજી નં. જીજે-૧૨ એયુ ૫૨૫૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-કુલ કિમંત રૂપીયા -૨૬,૬૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરેલ છે.

આ સમગ્ર કાર્યવાહી ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક   મિત રૂદલાલના માર્ગદર્શન  હેઠળ સલાયા મરીન પોલીસ સ્‍ટેશનના PI  જે.એમ.ચાવડા, ASI વિપુલભાઇ એમ. ડાંગર, બોઘાભાઇ કેશરીયા, HC પીઠાભાઇ પી. જોગલ ઓમદેવસિંહ બી. જાડેજા PC વિપુલભાઇ એસ. ડાંગર રાયમલભાઇ જે. વડેસણીયા નાઓ જોડાયેલ હતા. દિલીપભાઇ બી. ખાચર ડ્રા. PC રાયમલભાઇ જે વડેસણીયા નાઓ જોડાયેલ હતા.

(12:59 PM IST)