<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

નરેન્‍દ્રભાઇના ૧ર વર્ષના કાર્યકાળને વધાવવા શ્રી ખોડલધામના દર્શને જીતુભાઇ વાઘાણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૧: આપણા દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ  ચૂંટાયેલ વડાપ્રધાન તરીકે સતા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્‍યો અને હવે લાંબો સમય વડાપ્રધાન તરીકે સતા પર રહેવાનો નવો રેકોર્ડ નરેન્‍દ્ર મોદીના નામે નોંધાયો છે. આ તકે ગુજરાત મંત્રી મંડળના તમામ મંત્રીઓએ રાજ્‍યના જુદાજુદા મંદિરોએ આરતી દર્શન કરી નરેન્‍દ્ર મોદી નો કાર્યકાળ વધાવવાના નિર્ણય અંતર્ગત રાજ્‍યના કળષિ મંત્રી જીતુભાઇ વાઘાણી ખોડલધામ ખાતે આવ્‍યા હતાં. જ્‍યાં તેઓએ માં ખોડલની આરતી ઉતારી, શીશ નમાવી વડાપ્રધાનને શુભેચ્‍છા આપી હતી અને જગતના તાત માટે મોટી જાહેરાત કરી હતી.

    રાજ્‍યના કળષિ વિભાગનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર હવે રાત-દિવસ સતર્ક બની ગયું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં સરકારે કડક કાર્યવાહીના આંકડા જાહેર કર્યા છે, જે સાબિત કરે છે કે ગેરકાયદેસર પ્રવળત્તિ કરનારાઓ સામે તંત્ર કેટલું કડક છે. એટલું જ નહીં, સબસિડીવાળા ખાતરની કાળાબજારી રોકવા માટે પણ સરકાર સતર્ક બની છે. ખાતર વેચતી પેઢીઓના ભ્‍બ્‍લ્‍ મશીન, ભૌતિક જથ્‍થો અને બિલના રેકોર્ડની નિયમિત તપાસ થઈ રહી છે.

ચાલુ વર્ષે અત્‍યાર સુધીમાં ૪,૬૭૪ ખાતર વિક્રેતાઓની સ્‍થળ મુલાકાત લેવાઈ છે. જો ગત વર્ષની વાત કરીએ તો, કળષિ વિભાગની ૨૭૬ ટીમોએ ૬,૩૮૦ એકમોની તપાસ કરી હતી, જેમાં ૨૪૬ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા હતા અને ૨૬ તત્‍વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્‍યના તમામ ખેડૂત ભાઈઓને આશ્વાસન આપ્‍યું છે કે, જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન જાય અને તેમને સારી ગુણવતા વાળા કળષિ ઉત્‍પાદનો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ભવિષ્‍યમાં પણ ગેરકાયદેસર પ્રવળત્તિ કરનારા તત્‍વો સામે આ જ પ્રકારે લાલ આંખ કરવામાં આવશે.

(1:02 PM IST)