<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો

આરોપી જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ એસટી ડેપો પાસે હાજર હોવાની બાતમી મળતા જ પોલીસે સ્થળેથી દબોચી લીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની  (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર  એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

  દરમ્યાન સ્ટાફના દિલીપસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, લખધીરસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ૧૧૨૦૨૦૦૨૨૫૨૦૫૧/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)(એ)૮૧, મુજબના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી- ભાવિક ઉફે બી.કે શંકરભાઇ ચોહાણ (ઉ.વ.૨૪ )(રહે.અંજાર, એકતાનગર મોમાઇનગર-૨, ગાત્રાળ માતાજીના મંદિર ની બાજુમા અંજાર, જી.કચ્છ વાળો )જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ એસ.ટી.ડેપો પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

  આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(2:06 PM IST)