News of Thursday, 11th June 2026
તલાલાના માલજીજવા ગામે કુવામાં સફાઈ કામગીરી દરમિયાન પથ્થર પડતા 2 મજૂર દટાયા: એકનું મોત
પથ્થર અને માટી ઘસી પડતા બે મજૂરને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું

ગીર સોમનાથના તલાલાના માલજીજવા ગામે કુવામાં સફાઈ કરતા 2 મજૂરના મોત થયા છે. કૂવામાં સફાઇ કામગીરી દરમિયાન પથ્થર પડતા 2 મજૂર દટાયા હતા. માલજીજવા ગામે સાત વડલી વાડી વિસ્તારની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે 1 વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. પથ્થર અને માટી ઘસી પડતા બે મજૂરને ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું. મૂળ રાજસ્થાનના વતની જગદીશભાઈ મારવાડી (40) અને સુખદેવભાઈ મારવાડી (45)ને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા થઇ હતી.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
