તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 11th June 2026
૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની 'પ્રગતિ પથ યાત્રા'માં શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી
છાછર ડેમ, ભેખેશ્વર ડેમ, રૂદ્રેશ્વર ભારતી આશ્રમ અને સીમર પોર્ટની મુલાકાત, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ, 'એક પેડ મા કે નામ' હેઠળ વૃક્ષારોપણ, સિંચાઈ-પાણી પુરવઠા અને પોર્ટ વિસ્તરણ યોજનાઓની સમીક્ષા

ગીર સોમનાથ :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારતે 12 વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે. કેન્દ્ર સરકારના આ સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી અંતર્ગત કોડીનાર તાલુકામાં યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા'માં શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી થયા હતા.
કોડીનાર તાલુકાના છાછર ડેમ, રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ઘાંટવડ, ભેખેશ્વર ડેમ, શાપુરજી પાલનજી કંપની સહિતના સ્થળો આવરી લઈ આ યાત્રા યોજાઈ હતી. યાત્રા દરમિયાન શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ પ્રબુદ્ધ નાગરિકો, સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
છાછર ડેમ અને ભેખેશ્વર ડેમની મુલાકાત લઈને શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ હાલનો પાણી પુરવઠો, જળસ્ત્રોત, શિંગોડા પિકઅપ વિયર નં-2 અને 3 જળ સંચય યોજના, ચાલુ બાંધકામની કામગીરીની જાણકારી મેળવી હતી. જગતિયા, સુગાળા, સિંધાજ, રોણાજ, દુદાણા, મિતિયાજ, દેવળી, કોડીનાર સહિતના ગામોને સિંચાઈનો લાભ, પાણીનો સંગ્રહ તેમજ નવા બની રહેલા રોડ-રસ્તાઓ વિશે માહિતી મેળવી હતી.
આગામી ચોમાસાની ઋતુને લક્ષ્યમાં લઈ કાર્યરત કામો સત્વરે પૂર્ણ કરવા શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ઘાંટવડ અને ભેખેશ્વર મહાદેવ મંદિર ખાતે શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ મુક્તાનંદભારતી બાપુ સહિત કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષોમાં થયેલા વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરી સંવાદ સાધ્યો હતો. 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
સીમર પોર્ટ ખાતે શાપુરજી-પાલનજી કંપનીના પ્રતિનિધિઓ સાથે શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ બેઠક યોજી હતી. પ્રેઝન્ટેશનના માધ્યમથી અલગ-અલગ તબક્કાઓની કામગીરી, કંપનીનું માળખું, મલ્ટી યૂઝર પોર્ટ, બ્રેકવોટર પોઈન્ટ, વેસલ હેન્ડલિંગ તેમજ ભવિષ્યની તકોને લક્ષમાં લઈ કંપનીની આગામી વિસ્તરણ યોજનાઓ સહિત વિવિધ તબક્કાઓની કામગીરીથી શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા
અવગત થયા હતા.
આ પ્રગતિપથ યાત્રામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, અગ્રણીઓ શૈલેષભાઈ વાઘેલા, અશ્વિનભાઈ ઝાલા, જીતુભાઈ બારડ, શારદાબહેન બામણિયા, દર્પિતભાઈ ડોડિયા સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ, છાછર-કરેડા, જગતિયા સહિત ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
