તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Thursday, 11th June 2026
સાયલા-સુદામડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બંધ ડમ્પર પાછળ બાઈક અથડાતા ધો-10ના વિદ્યાર્થીનું મોત : એક ગંભીર
સુરેન્દ્રનગર ખાતે ધોરણ-10ની પૂરક પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા નાગડકા ગામના વિદ્યાર્થી અનીલ મેઘાભાઇ બાવળીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા - સુદામડા હાઈવે પર એક ક્વોરી યુનિટ નજીક રોડ પર બંધ પડેલા ડમ્પર પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં સુરેન્દ્રનગર ખાતે ધોરણ-10ની પૂરક પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા નાગડકા ગામના વિદ્યાર્થી અનીલ મેઘાભાઇ બાવળીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલા સંજય પરાલીયા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
