<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલમાં ઓટોમેટિક ન્યુમેટિક મશીન કાર્યરત: હવે દર્દીઓની દવા, બ્લડ રિપોર્ટ જેવી અનેક સેવા વધુ ઝડપી અને અસરકારક બનશે

નવું મશીન ૧૯ વિભાગોને સાંકળી સેવા આપશે, ૨૪ કલાક કાર્યરત, ઇમરજન્સીમાં વધુ ઉપયોગી બનશે : ચોવીસ કલાક કાર્યરત આ સિસ્ટમથી બ્લડબેંક સહિતની કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવામાં મદદરૂપ બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ :  અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ હોસ્પિટલના કોઈપણ આઈ.સી.યુ, વોર્ડ કે ઓપરેશન થિયેટરમાં દર્દીને બ્લડબેંકમાંથી જરૂરી ઘટકનું લોહી, દવા, દસ્તાવેજ કે રિપોર્ટની ફાઇલ ગણતરીની મિનિટોમાં જ ઝડપથી પહોંચતા કરવા ન્યુમેટિક જેવી આધુનિક સ્વયં સંચાલિત પરિવહન પ્રણાલી કાર્યરત કરાઈ છે. જે આ હોસ્પિટલમાં ૧૯ વિભાગોને સાંકળશે. આ નવી સિસ્ટમ થકી દર્દીની સારવાર અને સેવા વધુ ઝડપી બનશે.

કચ્છ ખાતે ભુજમાં સૌ પ્રથમ  અદાણી મેડિકલ કોલેજ સંલગ્ન જી.કે.માં આ પ્રણાલી શરૂ કરવામાં આવતા હોસ્પિટલના જુદા જુદા વિભાગો  વચ્ચે માનવ સંચાલિત કામગીરીને બદલે મશીન સંચાલિત  પધ્ધતિથી  બ્લડ યુનિટ કે કોઈ તબીબી સામગ્રી લઈ આવવા - જવાનું   કાર્ય હવે  આ ન્યુમેટિક રીતે કરવામાં આવશે.

અદાણી હેલ્થકેર વિભાગના ટ્રસ્ટી ડો.મલય મહાદેવીયા, હેલ્થ કેર સેવાના હેડ ડૉ.પંકજ દોશી, ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિ.સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી સહિત અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.અજીત ખીલનાનીએ કચ્છની જનતાને આ સેવા અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે  ઝડપી, સલામતી અને ગુણવત્તાયુક્ત સિસ્ટમથી હોસ્પિટલની કામગીરીમાં વેગ આવશે અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે.

આ ન્યુમેટિક વ્યવસ્થાથી ઇમરજન્સીમાં જ્યારે કોઈ દર્દીને તુરંત લોહીની આવશ્યકતા હશે તો તાત્કાલિક   બ્લડબેંકમાંથી વોર્ડમાં પહોંચી જશે એવીજ રીતે ફાર્મસીમાંથી  દવા,  વિગેરે  ઝડથી નિયત સ્થાને ઝડપથી પહોંચી લેબોરેટરી સેમ્પલ નિશ્ચિત સ્થાને અચૂક પહોંચશે.

ચોવીસ કલાક કાર્યરત આ સિસ્ટમથી બ્લડબેંક સહિતની  કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવામાં મદદરૂપ બનશે.

(1:25 PM IST)