હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લાનું ઘુડખર અભ્યારણ બંધ થશે

વઢવાણઃ તા૧૨: સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ આવેલું છે દેશ-વિદેશથી લોકો ઘુડખર ને જોવા માટે સુરેન્દ્રનગર આવતા હોય છે અને ઘુડખર અભ્યારણ ની મુલાકાત પણ લેતા હોય છે ત્યારે દર વર્ષે ઘુડખર અભ્યારણની ૧૫૦૦૦થી વધુ મુલાકાતિઓ મુલાકાત લેતા હોય છે ત્યારે ચાલુ વર્ષે તેમાં વધારો થયો છે અને ૨૦,૦૦૦ થી વધુ લોકોએ ઘુડખર અભ્યારણ ની મુલાકાત લીધી છે અને ઘુડખરોને નજીકથી નિહાળ્યા છે.
હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વિધિવત રીતે ચોમાસુ ગુજરાતમાં ટૂંક સમયમાં પ્રવેશ કરવાનું છે ત્યારે હવે તંત્ર દ્વારા પણ ઘુડખર અભ્યારણને લઈ અને મહત્વના કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં ૧૫ જૂનથી સુરેન્દ્રનગર જિલ્લા ઓના કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અભ્યારણ પ્રવાસીઓ માટે અને મુલાકાતિઓ માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે.
ત્યારે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન એટલે કે ૧૫ જૂનથી લઈ ૧૫ ઓક્ટોબર સુધી દુર્લભ ઘુડખર માટે પ્રજનન નો સમય ગાળો હોય છે અને આ સમયે તેઓને માનવીય હસ્તક્ષેપ કે વાહનોના ઘોંઘાટથી ખલેલ ન પહોંચે અને ઘુડખર ની સંખ્યામાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન તંત્ર અને અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
બીજી તરફ ચોમાસાની સિઝનમાં રણમાં પાણી પણ ભરાઈ જતું હોય છે ત્યારે રણમાં મુસાફરો અને ખાસ કરીને જે મુલાકાતિઓ જાય તે વરસાદી સિઝનમાં ફસાઈ જતા હોય છે ત્યારે તેમને બહાર કાઢવા માટે ખૂબ મહેનત અને પરિશ્રમ કરવો પડે છે સામાન્ય રીતે રણમાં નેટવર્કના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે ત્યારે તેમના લોકેશન લેવા અને તેમને બહાર કાઢવા ખૂબ કઠિન બની જતા હોય છે ત્યારે આવા ્રકારની સમસ્યાઓ પણ ન સર્જાય તે માટે ચોમાસા ને ધ્યાને લઈ ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી એમ ચાર મહિના સુધી ઘુડખર અભ્યારણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને કોઈ યાત્રિકો અને પ્રવાસીઓને પ્રવેશ ઉપરપ્રતિબંધ મૂકવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
