<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ગીર સોમનાથ જીલ્લામાં રૂા. ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ : રાજકોટના બે શખ્‍સો સહિત પાંચની ધરપકડ

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૧રઃ  બેન્‍કોમાં ખોલવામા આવેલ Mule Accountની માહિતી પોલીસ મહાનિરીક્ષકની કચેરી, જૂનાગઢ તરફથી પ્રાપ્ત થયેલ તેમજ સમન્‍વય (Samanvay) પોર્ટલ અને NCCRP પોર્ટલ પર ઉપલબ્‍ધ ફરિયાદોના એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્‍પદ બેન્‍ક ખાતાઓ સામે આવ્‍યા હતા જે તપાસ દરમિયાન જાણવા મળ્‍યું કે એકાઉન્‍ટ ધારક દ્વારા પોતાના બેન્‍ક ખાતાઓ સાયબર ફ્રોડની પ્રવળત્તિઓ માટે ભાડે આપવામાં આવ્‍યા હતા અને તેના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું.

તપાસમાં સામે આવ્‍યું કેઃ

બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના એક ખાતામાં NCCRP પોર્ટલ પર નોંધાયેલી કુલ ૧૯૩ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૨૮૨ કરોડના શંકાસ્‍પદ સાયબર ફ્રોડ ટ્રાન્‍ઝેક્‍શન થયા હતા.

કેનરા બેન્‍કના એક ખાતામાં  NCCRP પોર્ટલ પર નોંધાયેલી કુલ ૯૭ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૩૭ કરોડના શંકાસ્‍પદ સાયબર ફ્રોડ ટ્રાન્‍ઝેક્‍શન થયા હતા.

આ રીતે બંને ખાતાઓમાં કુલ ૨૯૦ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ.૩૧૦ કરોડના સાયબર ફ્રોડના નાણાં વિવિધ રાજ્‍યોના ભોગ બનનાર વ્‍યક્‍તિઓ પાસેથી ટ્રાન્‍સફર થયેલ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્‍યું છે.

આ અંગે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન ખાતે મ્‍યુલ એકાઉન્‍ટ સંબંધિત ગુનો નોંધવામાં આવ્‍યો હતો. શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ આરોપીની પૂછપરછ અને તકનિકી તપાસ દરમિયાન અન્‍ય વ્‍યક્‍તિઓની સંડોવણી બહાર આવતા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો રચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપી ૧. આકાશ ભરતકુમાર પાલા રહે.વેરાવળ, ૨. હિરેન રાજગોર રહે. રાજકોટ, ૩. આશુતોષ ઠાકર રહે. દેવભૂમી દ્રારકા, ૪. અજય દાફડા રહે. રાજકોટ, ૫. દીપકગીરી અપરનાથી રહે. વેરાવળ છે.

આ કામગીરી પો.ઈન્‍સ. એમ.એ. ઝણકાત,  પો.હેડ.કોન્‍સ. અંકુરભાઈ બારડ,    મયુરભાઈ વાઝા ,   પો.કોન્‍સ. નીતિનભાઈ જેઠવા, રાહુલસિંહ નકુમ, જયદીપકુમાર ભર્ગા,  પો.કોન્‍સ. હિરેનભાઈ જોટવા, ઇમ્‍તિયાઝ મલેકએ કરી હતી.

(11:11 AM IST)