હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદરમાં મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમ સફળ : પૂર્વ ધારાસભ્ય સહિત લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા : લેખિત આવેદનપત્ર સુપ્રત
દશ હજાર આસપાસ નાગરિકોએ સહીઓ કરી : ધારી-ચલાલા બાદ વિસાવદર શહેરમાં સહી ઝુંબેશ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક, વિવિધ ક્ષેત્રના આગેવાનો, નાગરિકો જોડાયા : સ્વયંભૂ લોકજુવાળ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૧ : વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સહિત આગેવાનોએ રેલ્વે સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી બ્રોડગેજ સુવિધાની માંગ કરી છે. અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે લોકજાગૃતિ, એક મિશન ,એક મુહિમ, બીન રાજકીય મિશન જે ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત ધારી અને ચલાલા ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને જાગૃત નાગરિકો મોટીસંખ્યામાં જોડાયા હતા. સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જુના બસ સ્ટેશન ચોક વિસાવદર ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ જેમાં અંદાજે ૮ હજારથી વધુ જાગૃત નાગરિકોએ સહીઓ કરી હતી. સહી ઝુંબેશ સ્થળ ખાતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર, નયનભાઈ જોશી(એડવોકેટ), લલીતભાઈ ભટ્ટ, કરશનભાઈ વાડોદરિયા, વીરૂભાઈ રીબડીયા, રમણીક દુધાત્રા, કૈલાશભાઈ વાઘેલા, સુધીરભાઈ ચૌહાણ, ધર્મેશ કાનાણી, નરેન્દ્રભાઈ કોટીલા, નાગજીભાઈ ભાયાણી, જીતુભાઈ રિબડીયા, જે.પી.છતાણી, અભિષેક ગૌસ્વામી, કિરણ ચિતલિયા સહિત અનેક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, વ્યાપારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, નામી-અનામી સમાજશ્રેષ્ઠીઓ, જાગૃત નાગરિકોએ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સહી ઝુંબેશ માટે નિર્ધારિત કરેલ સમય અગાઉ પણ અગ્રેસરોએ પોતપોતાના વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરીને સહીઓ કરાવી હતી. આ સાથેજ શહેરની વિવિધ સંસ્થાઓ અને તાલુકાના સરપંચોએ પણ પોતાના લેટરપેડ ધારી પત્રકાર સંઘને સોંપેલ હતા અને જબરો પ્રતિસાદ આપીને મિશન બ્રોડગેજ સુવિધા માટે ને માંગ ને મજબુત બનાવી હતી.
*બ્રોડગેજ સુવિધા ની માંગણી યોગ્ય હું આ માંગ સાથે સહમત છું : માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા* વિસાવદર ભેંસાણના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પણ સતત ૩ કલાક સુધી સહી ઝુંબેશ માં જોડાયા હતા અને તેઓએ પણ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને રેલ્વે વિભાગ ને ઉચ્ચ રજુઆત કરતા આવેદનપત્ર રજુ કરેલા હતા . આ સાથેજ હર્ષદભાઈ રીબડીયા એ જણાવ્યું હતું કે મિશન બ્રોડગેજ માટે ધારી પત્રકાર સંઘ દ્વારા જે બિનરાજકીય માંગ કરવામાં આવી છે તેને હું સંપુર્ણ ટેકો આપું છું. આ વ્યાજબી માંગ સાથે હંમેશા તેઓ સહમત છે. જરૂર પડ્યે મુખ્યમંત્રી તેમજ રેલ્વે મંત્રીની સાથોસાથ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હંમેશા સાથે આવવા તૈયાર છે. અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા તાત્કાલિક મંજુર કરવામાં આવે તેવા પ્રયત્નો તેઓ કરશે અને ધારી ચલાલા વિસાવદર ને બ્રોડગેજ સુવિધા શરૂ કરાવીને રેહશે તેઓ હુંકાર કર્યો હતો.
*વિસાવદર થી અમરેલી બ્રોડગેજ સુવિધા માટે ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા ધારી પત્રકાર સંઘ ની સાથે : પ્રમુખ દિલીપભાઈ કાનાબાર* વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે તેઓ હંમેશા તૈયાર છે . આ સુવિધા માટે તેઓ દિલ્હી સુધી રજુઆત કરવા માટે ધારી પત્રકાર સંઘ ની સાથે છે. અને જો સરકાર કે રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ એમ છતાં આંખ આડા કાન કરશે તો જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી.
*ધારી ચલાલા વિસાવદર ની સાથે હળહળતો અન્યાય : એડવોકેટ નયનભાઈ જોશી* વિસાવદરના પ્રતિષ્ઠિત નાગરિક નયનભાઈ જોશી (એડવોકેટ નોટરી)એ જણાવ્યું હતું કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે જે સહી ઝુંબેશ આદરવામાં આવેલ છે જે આવકાર્ય છે. અત્યાર સુધી અમરેલી થી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધા ને એનકેન રીતે ખોરંભે ચડાવી આ વિસ્તારની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે જે હવે સાંખી લેવામાં નહીં આવે. અન્યાય ની સામે ન્યાયની લડત માં તેઓ હંમેશા ધારી પત્રકાર સંઘ ની સાથે છે આજે જનતા ની યોગ્ય માંગ ને વાંચા આપી જે મિશન ચલાવવામાં આવેલ છે તેને હું સંપુર્ણ ટેકો આપું છું.
અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે લોકજાગૃતિ, એક મિશન ,એક મુહિમ, બીન રાજકીય મિશનનો ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા યોજાયેલા સહી ઝુંબેશ કાર્યક્રમ વિસાવદર ગામ સમસ્તના સહકારથી સફળ થયો હતો. બીન રાજકીય આ પ્રજાકીય લોકહિતના કાર્યક્રમમાં સર્વ પક્ષીય સહકાર સાંપડ્યો હતો. મેમ્બર્સ સહિતની સંસ્થાઓએ લોકજાગૃતિને આવકારી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
