હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
ઉપલેટા નવાપરામાં બેંક કેશીયર નમ્રતાબેન ભટ્ટ ભુલથી એસિડ પી ગયાઃ સારવારમાં મોત
મૃતક ત્રણ બહેનમાં નાના હતાં: સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૨: ઉપલેટામાં રહેતાં અને બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતાં મહિલા ભુલથી એસિડ પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ઉપલેટામાં નવાપરામાં શેરી નં. ૮માં રહેતાં નમ્રતાબેન ચંદ્રવનભાઇ ભટ્ટ (ઉ.વ.૩૭) ગઇકાલે સાંજે ઘરે એસિડ પી જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ઉપલેટા પોલીસને જાણ થતાં હેડકોન્સ. એચ. જી. જાંબુડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ નમ્રતાબેન ઘરમાં ભુલથી પાણીને બદલે એસિડ પી ગયા હતાં.
તેઓ ત્રણ બહેનમાં નાના હતાં અને બેંક ઓફ બરોડમાં કેશીયર તરીકે નોકરી કરતાં હતાં. તેમના પિતા તાલુકા પંચાયતના નિવૃત કેશીયર છે. આ બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. ઉપલેટા પોલીસ વધુ તપાસ કરે છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
