<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૪૪૩ કર્મચારીની બદલી બાદ ૧૪ PIની ફેરબદલી

ચોટીલા SMC રેડ બાદ LCB PI જે.જે. જાડેજા સહિત ૩ PI અને LCB સ્‍ટાફની બદલી બુધવારે ૮૩૩૦ કિલો કેમિકલ ઝડપાયા બાદ ગુરુવારે મોડી સાંજે પોલીસવડા પ્રેમસુખ ડેલુનો મોટો નિર્ણય, જાડેજાને LIBમાં, ગોસ્‍વામીને મહિલા પોલીસ સ્‍ટેશન, સિંગરાખ્‍યાને LCBનો ચાર્જ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ૪૪૩ પોલીસ કર્મચારીઓને બદલીનો ગંજીપો ચીપ્‍યા બાદ તુરંત જ ૧૪ પી.આઈ.ની બદલી પણ કરી હતી. બુધવારે ચોટીલા હાઈવે પર પડેલી એસએમસીની રેડ બાદ ગુરુવારના મોડી સાંજે એલસીબી પી.આઈ. જે.જે. જાડેજા સહિત અન્‍ય ૩ પી.આઈ. અને એલસીબી કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્‍યા છે.

આ અંગે વધુ વિગત એવી છે કે, બુધવારે ચોટીલામાં ૮૩૩૦ કિલો કેમિકલ ઝડપાયા બાદ એલસીબી પી.આઈ. જે.જે. જાડેજાને એલઆઈબી પી.આઈ. તરીકે ઓર્ડર કરવામાં આવેલ છે. જ્‍યારે એલઆઈબી પી.આઈ. પી.કે. ગોસ્‍વામીને મહિલા પોલીસ સ્‍ટેશન મૂકવામાં આવ્‍યા છે. મહિલા પોલીસ સ્‍ટેશનના એ.જે. સોલંકીનો લીવ રિઝર્વમાં ઓર્ડર કર્યો છે અને એલસીબી પી.આઈ.નો ચાર્જ એસઓજી પી.આઈ. બી.એચ. સિંગરાખ્‍યાને આપવામાં આવ્‍યો છે.

એલસીબી પી.આઈ. જે.જે. જાડેજા સાથે પી.એસ.આઈ. વાય.જે. પઠાણની પણ બદલી સાયબર પોલીસ સ્‍ટેશન કરવામાં આવી છે. એલસીબીના અન્‍ય કર્મચારીઓમાં અસ્‍લમખાન મલેકને સાયબર પોલીસ સ્‍ટેશન, પ્રવીણભાઈ કોલાને એસડીપીઓ પાટડી, યશપાલસિંહને બજાણા અને અજયવીરસિંહને એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, સુરેન્‍દ્રનગર જિલ્લામાં થયેલી આ બદલીઓએ પોલીસ બેડામાં ચકચાર જગાવી છે.

(11:38 AM IST)